CM રૂપાણીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા DyCm નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી આપી હેલ્થ અપડેટ,આટલા દિવસ સુધી હજુ રખાશે ઓબ્ઝર્વેશન હેઠળ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગઇકાલે તબિયત અચાનક બગડતા તેઓ સભામાં ભાષણ દરમિયાન ઢળી પડ્યા હતા અને તેઓને સારવાર હેઠળ યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનો કોરોના રીપોર્ટ આજે સવારે પોઝિટીવ આવ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટીવ આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમજ સીએમની તબિયત અંગે સમાચાર આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સીએમ રૂપાણી કોરોના સંક્રમિત થયા બાદ તમામ પ્રધાનોના ટેસ્ટ કરવામાં આવશે. વડોદરા શહેર સંગઠનના હોદ્દેદારોના તથા ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના તમામ સભ્યોના કોરોના ટેસ્ટ થશે.એક સપ્તાહમાં સીએમ રૂપાણીને મળેલા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. નીતિન પટેલે સીએમ રૂપાણીની હેલ્થ અપડેટ આપતાં જણાવ્યું કે, સીએમ યુએન મહેતા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે.

પત્રકાર પરિષદ સમયે પત્રકારો દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે, મુખ્યમંત્રીનો ચાર્જ કોને સોંપાશે તે અંગે પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોઈ ચાર્જ આપવાનો પ્રશ્ન નથી. મુખ્યમંત્રીશ્રી પોતે જેમની સાથે વાતચીત કરવી હોય, જેમને સૂચના આપવી હોય કે જેની સાથે પરામર્શ કરવો હોય એમની સાથે મોબાઇલ ફોન દ્વારા સંપર્કમાં રહેશે. સવારે પણ મેં એમની સાથે વાતચીત કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યુ હતુ.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સીએમ વિજય રૂપાણી સાત દિવસ સુધી યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેશે. આ દરમિયાન તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવશે તે બાદમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જે બાદમાં તેઓ પોતાના ઘરે પણ ક્વોરેન્ટાઇન રહેશે. આ દરમિયાન અન્ય વ્યવસ્થા બરાબર રીતે ચાલે તે માટે તેઓ ટેલિફોનના માધ્યમથી સરકારના નેતાઓ અને અધિકારીઓના સંપર્કમાં રહેશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટીવ આવ્યા બાદ નિતીન પટેલે પત્રકાર પરિષદ યોજી સીએમની તબિયત અંગે સમાચાર આપ્યા હતા જે નીચેના વીડિયો માં જોઈ શકો છો.

 

Shah Jina