રસ્તા ઉપર થયો જીવતી માછલીઓનો વરસાદ, લોકોના હાથમાં જે આવ્યું તે લઈને લૂંટવા લાગી પડ્યા, વાયરલ થયો વીડિયો

દેશના ઘણા બધા ક્ષેત્રોમાં છેલ્લા થોડા સમયમાં વરસાદ થવાની ઘણી બધી ખબર સામે આવી છે. ઘણીવાર એવી પણ ખબર સામે આવતી હોય છે કે રસ્તા ઉપર કોઈ વાહનને અકસ્માત થતા જ લોકો વાહનમાં ભરેલા સામાનની લૂંટ મચાવતા હોય છે, પરંતુ હાલ એક એવી ખબર સામે આવી છે જેણે ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે. રસ્તા ઉપર જ અચાનક માછલીઓનો વરસાદ થતા જ લોકોએ લૂંટ મચાવી હતી.

રસ્તા પર માછલીઓનો વરસાદ શરૂ થયો તે સાંભળવું કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. આ ઘટના બિહારથી સામે આવી છે. જો કે, તે કોઈ ચમત્કાર નથી. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ડોલ અને ડબ્બા લઈને માછલી લૂંટવા આવ્યા છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે રસ્તા પર માછલીઓનો વરસાદ થયો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક ડોલમાં, કેટલાક બોરીમાં અને કેટલાક બોક્સમાં વેરવિખેર માછલીઓ ભરી રહ્યા છે. કોઈ વ્યક્તિ તેના હેલ્મેટમાં માછલી ભરતો જોવા મળે છે. આ વીડિયો બિહારના ગયા જિલ્લાના અમાસ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે માછલીઓથી ભરેલી એક ટ્રક અહીંથી પસાર થઈ રહી હતી, જે બેકાબૂ થઈ ગઈ હતી. જેના કારણે ટ્રકની પાછળ રાખેલી માછલીઓ એટલી મોટી સંખ્યામાં નીચે પડવા લાગી હતી કે માછલીઓનો વરસાદ પડવા લાગ્યો હતો.

લોકોએ રસ્તા પર માછલીઓ જોતા જ લૂંટ મચાવી હતી. માછલી જોઈને લોકોને લોટરી લાગી. તમે જોઈ શકો છો કે જેને જે મળ્યું તે એ વાસણ લઈને આવ્યો અને રસ્તા પર પડેલી માછલીને તેમાં ભરવા લાગ્યો. કેટલાક ડોલમાં માછલી ભરતા જોવા મળ્યા હતા તો કેટલાક બોરીમાં માછલી ભરતા જોવા મળ્યા હતા. હદ ત્યારે થઈ જ્યારે એક વ્યક્તિએ પોતાનું હેલ્મેટ ઉતાર્યું અને તેમાં માછલીઓ ભરવા લાગ્યો. આ વીડિયો હરિ કૃષ્ણ નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવી રહ્યો છે.

Niraj Patel