આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા 90ના દાયકાના સિતારાઓ વિષે જણાવીશું જેને છૂટાછેડા લીધાવગર બીજા લગ્ન કરી લીધા હતા
હિન્દી સિનેમા જગત એટલે કે બોલીવુડમાં લગ્ન પહેલા અને એક્સ્ટ્રા મેરિટલ અફેરની ખબર કોઈ નવી વાત નથી. કોઈ એક્ટર કે કોઈ એક્ટ્રેસનું નામ અફેરને લઈને કયારે ચર્ચામાં આવી જાય તે કંઈ કહી શકાય નહીં. તો એક્સ્ટ્રા મેરિટલ અફેરને લઈને પણ ઘણા સિતારાઓ ચર્ચામાં રહેતા હોય છે. સિનેમા જગતમાં અફેર, લગ્ન અને છૂટાછેડા સામાન્ય વાત થઇ ગઈ છે. આજે અમે તમને 90ના એવા સિતારાઓ વિષે જણાવીશું જેને લગ્ન બાદ પ્રેમ થતા પહેલી પત્નીથી અલગ થયા વગર બીજા લગ્ન કરી લીધા હતા.
આવો જાણીએ એ સિતારાઓ વિષે.
1.રાજ બબ્બર અને સ્મિતા પાટીલ
View this post on Instagram
રાજ બબ્બર ફિલ્મ અર્થમાં સ્મિતા પાટીલ સાથે નજરે આવ્યા હતા. આ ફિલ્મને લોકોએ પણ બહુ જ પસંદ કરી હતી. આ ફિલ્મમાં જ રાજ અને સ્મિતા એકબીજાની નજીક આવ્યા હતા. પરંતુ તે પહેલા રાજના લગ્ન નાદીરા બબ્બર સાથે થઇ ચુક્યા હતા. આમ છતાં પણ તે સ્મિતાને પ્રેમ કરી બેઠા હતા. રાજ બબ્બરની પહેલી પત્નીએ પણ નક્કી કરી લીધું હતું કે, તે રાજને છૂટાછેડા નહીં આપે. તે સમયે રાજે નાદીરાની કોઈ પરવાહ કર્યા વગર સ્મિતા સાથે લગ્ન કરી લીધા હતા. આ બાદ સ્મિતાએ પુત્ર પ્રતીક બબ્બરને જન્મ આપ્યો હતો. પ્રતીકને જન્મ આપ્યાના થોડા સમય બાદ સ્મિતાએ આ દુનિયાને અલિવદા કહી દીધું હતું. 2013માં ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નાદીરાએ જણાવ્યું હતું કે, બીજા લગ્ન કર્યા બાદ રાજ પરિવારને છોડીને ચાલ્યો ગયો હતો. પરંતુ અમારા છૂટાછેડા કયારે પણ થયા ના હતા.
2.ધર્મેન્દ્ર અને હેમા માલિની
View this post on Instagram
એક સમયે સુપરહિટ સ્ટાર ધર્મેન્દ્ર તેની પર્સનલ લાઈફને લઈને ઘણા ચર્ચામાં રહ્યા હતા. ધર્મેન્દ્રએ 2 લગ્ન કર્યા છે ધર્મેન્દ્રની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર અને બીજી પત્નીનું નામ હેમા માલિની હતું. ધર્મેન્દ્ર અને હેમા માલિની એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ પ્રકાશથી અલગ થવા માંગતા ના હતા. આ કારણે ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરવા માટે તેનું નામ બદલીને દિલાવર ખાન કરી લીધું હતું. ધર્મેન્દ્રએ 1979માં પ્રકાશ કૌરને છૂટાછેડા આપ્યા વગર હેમા માલિની સાથે લગ્ન કરી લીધા હતા.
3.સલીમ ખાન અને હેલન

બોલીવુડના જાણીતા ફિલ્મ સ્ક્રિપ્ટ રાઇટર, મશહૂર લેખક અને બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનના પિતા સલીમ ખાનને કોણ નથી જાણતું. સલીમ ખાને 2 લગ્ન કર્યા છે. સલીમ ખાને પહેલા લગ્ન સલમા ખાન સાથે કર્યા હતા. જેનાથી તેને ત્રણ દીકરા સલમાન, અરબાઝ અને સોહેલ ખાન હતા. આ બાદ સલીમ ખાનને જાણીતી એક્ટ્રેસ અને ડાન્સર હેલન સાથે પ્રેમ થઇ ગયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, સલીમ ખાને બીજા લગ્ન તેની પહેલી પત્ની સલમાની સહેમતીથી કર્યા હતા.
4.સંજય ખાન-જીન્નત અમાન

હિન્દી સિનેમા જગતના મોસ્ટ હેન્ડસમ એક્ટર પૈકી એક સંજય ખાન પણ આ લિસ્ટમાં શામેલ છે. સંજયએ પહેલા જરીન કટરક સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 10 વર્ષ બાદ તેને ફિલ્મની જાણીતી એક્ટ્રેસ જીનત અમાન પર દિલ આવી ગયું હતું. ત્યારે સંજયે જરીનથી અલગ થયા વગર જીનત સાથે લગ્ન કરી લીધા હતા. સંજયના આ લગ્ન 2 વર્ષમાં જ તૂટી ગયા હતા.
5.મહેશ ભટ્ટ-સોની રાજદાન

મહેશ ભટ્ટ હંમેશા તેના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. બોલીવુડના મશહૂર નિર્માતા મહેશ ભટ્ટએ પહેલા લગ્ન કિરણ સાથે કર્યા હતા. મહેશ ભટ્ટ તેના પહેલા લગ્નને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. પહેલા લગ્નથી તેને એક દીકરી પૂજા ભટ્ટનો જન્મ થયો હતો. પૂજા 90ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ રહી ચુકી હતી. મહેશ ભટ્ટનું નામ મશહૂર અને સુપરહિટ એક્ટ્રેસ પરવીન બાબી સાથે પણ જોડાયું હતું. પરંતુ આ સંબંધ લાંબો ચાલ્યો ના હતો. આ બાદ મહેશે તેની પહેલી પત્ની કિરણને તલાક આપ્યા વગર જ એક્ટ્રેસ સોની રાજદાન સાથે લગ્ન કરી લીધા હતા. સોની અને મહેશને 2 દીકરીઓ છે. જે પૈકી એક આલિયા ભટ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી જોડાઈ ચુકી છે.