મનોરંજન

બોલીવુડના એ 5 કપલ જેને કરોડો રૂપિયા બચાવીને મંદિરમાં કર્યા છે લગ્ન

રણવીર-દીપિકાથી લઈને પ્રિયંકા-નિક જોનાસ અને વિરાટ-અનુષ્કાના લગ્નમાં કરોડો રૂપિયાનો ધુવાળો કર્યો પણ આ 5 કપલ નીકળ્યા સંસ્કારી અને સાધારણ રીતે મંદિરમાં લગ્ન કર્યા.

આપણે જોતા હોય છે કે, બૉલીવુડ સેલિબ્રિટીઓ તેના લગ્ન પાછળ કરોડોનો ખર્ચ કરતા હોય છે. છેલ્લા ઘણા વર્ષમાં રણવીર-દીપિકાથી લઈને પ્રિયંકા-નિક જોનાસ અને વિરાટ-અનુષ્કાના લગ્ન તેનું ઉદાહરણ છે. પરંતુ બોલીવુડમાં ઘણા એવા કપલ છે જેને સાધારણ રીતે મંદિરમાં લગ્ન કર્યા હતા.

આવો જાણીએ એ 5 કપલ વિષે.

1.વત્સલ શેઠ અને ઇશિતા દતા

Image source

વત્સલ શેઠે 28 નવેમ્બર 2017 ના રોજ એક્ટ્રેસ ઇશિતા દત્તા સાથે મુંબઈના ઇસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા. ઇશિતા અને વત્સલે ટીવી સિરિયલ ‘રિશ્તા કા સૌદાગર-બાઝીગર’ માં એક સાથે કામ કર્યું છે. આ સમયે એકબીજાની નજીક આવ્યા હતા.

2.શ્રીદેવી અને બોની કપૂર

Image source

શ્રીદેવી અને બોની કપૂરે પણ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા. શ્રીદેવી સાથે લગ્ન કરતા પહેલા બોની પહેલાથી જ લગ્ન કરી ચૂક્યો હતો અને તે બે બાળકોનો પિતા હતો. આ કારણે જ બોનીએ 2 જૂન 1996 ના રોજ શ્રીદેવી સાથે મંદિરમાં લગ્ન કર્યા.

3.શમ્મી કપૂર- ગીતા બાલી

Image source

બોલિવૂડ સુપરસ્ટાર શમ્મી કપૂરના પહેલા લગ્ન એક્ટ્રેસ ગીતા બાલી સાથે થયા હતા ગીતા અને શમ્મી વર્ષ 1955 માં ફિલ્મ ‘રંગીન રાતે’ ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. ફિલ્મના રિલીઝના 4 મહિના પછી બંનેએ મુંબઈના બાણગંગા મંદિરમાં સાત ફેરા લીધા હતા.

4.સંજય દત્ત અને રિયા પિલ્લઈ

Image source

સંજય દત્તે તેની બીજી પત્ની રિયા પિલ્લઈ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. એક રિપોર્ટ અનુસાર, સંજય અને રિયાની પહેલી મુલાકાત સંજય દત્તના વકીલ દત્તની વકીલ મહેશ જેઠમલાણીની ઓફિસમાં થઈ હતી. પહેલી મુલાકાતમાં જ બંને એકબીજાના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા. બંનેએ વર્ષ 1998માં મુંબઈના મહાલક્ષ્મી મંદિરમાં લગ્ન કર્યાં હતાં. જોકે, સંજય અને રિયાના વર્ષ 2005માં છૂટાછેડા થયા હતા.

5.દિવ્યા ખોસલા કુમાર અને ભૂષણ કુમાર

Image source

એક્ટ્રેસ દિવ્યા ખોસલાએ 21 વર્ષની વયે ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર દિવ્ય અને ભૂષણના લગ્ન વર્ષ 2005માં જમ્મુના વૈષ્ણોદેવી મંદિરમાં થયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.