મનોરંજન

જયારે આ 7 સિતારાઓએ ભાઈ-બહેનનો રોલ નિભાવવા માટે કરવું પડયું હતું રિસ્ક

આ 7 માંથી એક તો સૌથી બેશરમ નીકળ્યા, એક ફિલ્મમાં ભાઈ-બહેન બન્યા અને બીજામાં પ્રેમી બનીને રોમાન્સ આદર્યો, જુઓ લિસ્ટ

બોલીવુડના ઘણા સિતારાઓ ભાઈ-બહેનનો રોલ કરવામાં સંકોચ અનુભવે છે. સંકોચ એટલા માટે અનુભવે છે કે, આ સિતારોને ડર છે કે, તે ટાઈપ્ડ રોલમાં ફસાઈ જશે. આવા ઘણા સિતારાઓ છે જેને ફિલ્મમાં એક બીજા સાથે રોમાન્સ કર્યો હતો. આમ છતાં પણ ભાઈ-બહેનનો રોલ નિભાવવાનું જોખમ ઉઠાવ્યું હતું. આજે અમે તમને એવી 7 જોડીઓ વિષે જણાવીશું જેને ફિલ્મમાં ભાઈ-બહેનના રોલ નિભાવવાનું સાહસ કર્યું હતું.

Image source

એક્ટ્રેસ નંદાની ગણના એક સમયે બૉલીવુડની ટોપ એક્ટ્રેસમાં થતી હતી. નંદાએ જબ જબ ફૂલ ખીલે, નીંદ હમારી ખ્વાબ તુમ્હારા, ધરતી કહે પુકાર કે, રાજા સાહેબ અને છાલિયા જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું હતું. નંદા તેની કરિયરની શરૂઆતમાં રાજેન્દ્રકુમારની બહેનના રોલમાં નજરે આવી હતી. આ બાદ તેની એક્ટ્રેસ તરીકેની જિંદગી થોડી મુશ્કેલ હતી.

Image source

દેવ આનંદએ નંદાને તેના બેનર ‘નવકેતન ફિલ્મ્સ’માં ફિલ્મ ‘કાલા બજાર’માં બહેનનો રોલ આપ્યો હતો. આ ફિલ્મમાં પહેલી વાર ત્રણેય ભાઈઓ વિજય, ચેતન અને દેવ એક સાથે કામ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે વહીદા રહમાન અને નંદા વધુ લાઇમ લાઇટમાં આવ્યા ના હતા. પરંતુ દેવ આનંદ સાથેની મિત્રતા તેને કામ આવી હતી.

Image source

દેવ આનંદે પણ તેની મિત્રતાનું કર્જ ચુકવ્યું હતું. દેવ આનંદે તેની ફિલ્મ ‘ હમ દોનો’માં નંદાને એક્ટ્રેસ તરીકે સાઈન કરી હતી. નંદાની પહેલી ફિલ્મમાં રિલિઝના 9 વર્ષ બાદ એક્ટ્રેસ તરીકે નજરે આવી હતી. આ ફિલ્મમાં નંદાને એક ગૃહિણી તરીકે દેખાડી હતી. લોકોને શંકા હતી કે, દેવની બહેન બન્યા બાદ તેને એક્ટ્રેસ તરીકે પસંદ કરવામાં નહીં આવે પરંતુ તેની ફિલ્મ ચાલી ગઈ હતી અને આ બાદ નંદાનું નસીબ ખુલી ગયું હતું.

Image source

ફિલ્મ ‘અંધા કાનૂન’ રજનીકાંતની પહેલી હિન્દી ફિલ્મ હતી. રજનીકાંત આ ફિલ્મમાં લીડરોલમાં હતા. આમ છતાં પણ લોકો તેને અમિતાભ બચ્ચનની ફિલ્મ જ માને છે. આ ફિલ્મમાં રજનીકાંત સાથે જોવા મળી હતી રિના રોય. આ ફિલ્મમાં હેમા માલિનીએ રજનીકાંતની બહેનનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં તે એક પોલીસ અધિકારી હતી. ટી.રામરાવ દ્વારા પહેલી વાર રજનીકાંત બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો હતો. આ માટે આ ફિલ્મમાં અમિતાભ થી લઈને હેમા માલિની અને અમરીશ પુરી સહિતના ઘણા સિતારાઓ આ ફિલ્મમાં હતા. આખરે આ ફિલ્મમાં ધર્મેન્દ્ર પણ એક સીનમાં નજરે આવે છે. આખરે આ ફિલ્મમાં એક સીનમાં ધર્મેન્દ્ર પણ નજરે આવે છે, ડૈની, પ્રેમ ચોપરા, પ્રાણ, ૐ શિવપુરી, અસરાની, ગૌતમી બધાએ આ ફિલ્મમાં કામ કર્યું છે.

Image source

હેમાને રજનીકાંતની બહેનના રોલમાં જોઈને લોકો ચોંકી ગયા હતા. આ ફિલ્મમાં રજનીકાંત પોલીસ અધિકારી બહેનની આંખમાં ધૂળ નાખીને ગેરકાનૂની આરોપીઓને સફાયો કરે છે. દિલચસ્પ વાતએ છે કે, આ ફિલ્મ બાદ રજનીકાંત અને હેમા માલિનીએ કયારે પણ કોઈ ફિલ્મ સાથે કરી ના હતી. એ વાત અલગ છે કે, બંનેના પરિવાર વિદેશમાં સાથે વેકેશન મનાવે છે.

Image source

મન્સૂર ખાનની ફિલ્મ ‘જોશ’માં ઐશ્વર્યા રાય શાહરૂખની બહેનની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા ચંદ્રચુડ સિંહ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. ફિલ્મમાં શાહરૂખ ‘રક્ષણાત્મક’ ભાઈની ભૂમિકામાં જોવા મળ્યો છે. બંને ગેંગ વચ્ચેનો ઝઘડો દોસ્તીમાં પરિણમે છે.
પરંતુ અહીં એશ અને શાહરૂખ હેમા-રજનીકાંત જેવા નહોતા. તેણે ‘ઇશ્ક કમીના’ જેવા હોટ આઈટમ સોંગ તેમજ ‘મોહબ્બતે’ અને ‘દેવદાસ’ જેવી સુપર રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું હતું.

Image source

2015માં આવેલી ફિલ્મ ‘દિલ ધડકને દો’નું પોસ્ટર જોઈને લાગી રહ્યું હતું કે,રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાની જોડી આવી રહી છે. પરંતુ બાદ ખબર પડી હતી કે, આ બંને તો ભાઈ બહેનના રોલમાં છે. અનિલ કપૂર બંનેના પિતાના રોલમાં નજરે આવ્યા હતા.

Image source

આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે અનુષ્કા શર્મા હતા. તો બીજી તરફ પ્રિયંકા સાથે ફરહાન અખ્તર હતો. દર્શકો પર રણવીર અને પ્રિયંકાના ભાઈ-બહેનના રોલની કંઈ અસર થઇ ના હતી. પરંતુ તો પણ આ આ એક રિસ્ક હતું. જે મોટા સિતારાઓ આ રિસ્ક લેતા નથી.રણવીર અને પ્રિયંકા ગુંડે અને બાજીરાવ જેવી ફિલ્મમાં સાથે નજરે આવ્યા છે.

Image source

ઓમંગ કુમારએ તેની ફિલ્મ સરબજીતમાં રણદીપ હુડ્ડાને લીડ રોલ આપ્યો હતો. તો રણદીપ હુડ્ડાની બહેન દલજીત કૌરના રોલમાં કોઈ મોટા સ્ટારને લેવા માંગતા હતા. ઐશ્વર્યા રાય આ રોલ માટે એકદમ પરફેક્ટ લાગતી હતી. ઐશ્વર્યાને પણ કોઈ અલગ પ્રકારના રોલની તલાસ હતી.આ બાદ તે આ ફિલ્મનો હિસ્સો બની હતી. ઐશ્વર્યાને કારણે આ ફિલ્મ ઘણી ચર્ચામાં પણ રહી હતી.

Image source

પ્યાર કિયા તો ડરના ક્યા ફિલ્મમાં કાજોલનો હીરો સલમાન ખાન હતો. તેથી અરબાઝને કાજોલનો ભાઈ બનવાની કોઈ તકલીફ નહોતી. આ ફિલ્મમાં અરબાઝ એક ઘમંડી ભાઈની ભૂમિકામાં જોવા મળ્યો હતો. બહેન-ભાઈની આ ભૂમિકા પછી અરબાઝ ખાન અને કાજોલ ભાગ્યે જ કોઈ અન્ય ફિલ્મમાં સાથે જોવા મળ્યા હશે.

Image source

વર્ષ 2008 માં રિલીઝ થયેલી ફિલ્મ જાને તુ યા જાને ના યુવાનોને ખૂબ પસંદ આવી હતી. લોકોને ગીતો સિવાય ઇમરાન ખાન અને જેનીલિયા ડિસુઝાની જોડી પણ ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મમાંથી રાજ બબ્બર-સ્મિતા પાટિલનો પુત્ર પ્રતિક બબ્બર પણ લોકોની નજરમાં આવ્યો હતો. પ્રતીક ભાઈના રોલમાં સારો લાગી રહ્યો હતો. જેનેલિયા અને પ્રતીક વચ્ચેના મીઠા ઝઘડા લોકોને ઘણા પસંદ આવ્યા હતા. આ બાદ જેનેલિયા લગ્ન કરીને સેટલ થઇ ગઈ હતી. તો પ્રતીક ઓફબીટ ફિલ્મમાં નજરે આવતો હતો. આમ છતાં લોકો આ જોડીને ભૂલ્યા નથી.