મનોરંજન

7 PHOTOS: અક્ષયથી લઈને સારા સુધીના આ સ્ટાર્સનું, લોકડાઉનમાં છૂટ બાદ જીવન સામાન્ય થતું જોવા મળ્યું

લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ  જીવન ફરી સામાન્ય સ્થિતિમાં આવી રહ્યું છે. સામાન્ય લોકોથી લઈને કલાકારો હવે ઘરોમાંથી બહાર નીકળી રહ્યા છે. જો કે સરકારે લોકોને સોશ્યિલ ડિસ્ટન્સ રાખવાનું અને સલામતીના નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખવા નિર્દેશ આપ્યો છે. મુંબઈમાં શૂટિંગ ફરી શરૂ થઇ ગઈ છે. આ દરમિયાન ઘણા બોલીવુડ સ્ટાર્સ લોકડાઉનમાં છૂટ આપ્યા બાદ ફરવા જતા જોવા મળ્યા હતા. કેટલાક તેમની ફિલ્મના લઈને મેકર્સની ઓફિસે જતા જોવા મળ્યા હતા, તો કેટલાક અન્ય કામોથી બહાર નીકળ્યા હતા. તો ચાલો જોઈએ ક્યાં ક્યાં કલાકારો લોકડાઉન પછી બહાર જોવા મળ્યા હતા.

Image Source

સારા અલી ખાનને મુંબઈમાં ઘરની બહાર જોવામાં આવી હતી. તેને પિંક કલરનો સૂટ પહેરેલો હતો અને તેના ચહેરા પર માસ્ક લગાવ્યું હતો. આ દરમિયાન સારા તેની નમસ્તે સ્ટાઇલમાં પણ જોવા મળી હતી અને ફોટોગ્રાફર્સને તેમને હાલચાલ પણ પૂછ્યા હતા. સારા ડાયરેક્ટર આનંદ એલ. રાયની ઓફિસે જતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અક્ષય કુમાર એવા થોડા સ્ટાર્સમાંથી એક છે જેને પોતાનું કામ શરૂ કર્યું છે. અક્ષય કામના કારણે ઘરની બહાર નીકળતો જોવા મળ્યા હતો. આ દરમિયાન તે જાતે કાર ચલાવતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સૈફ અલી ખાન, કરીના કપૂર અને તૈમૂરને બાંદ્રામાં જોવામાં મળ્યા હતા. સૈફ અલી ખાન તૈમૂરનો હાથ પકડી રહ્યો હતો. કરીના ત્યાં તેમની પાછળ ચાલી રહી હતી. આ સમય દરમિયાન ત્રણેય લોકોએ માસ્ક પહેરેલા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અભિનેત્રી રિયા ચક્રવર્તી અને ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર એક સાથે જોવા મળી હતી. બંને ફરહાન અખ્તરના ઘરે પહોંચ્યા હતા. શિબાની દાંડેકર અને રિયા ચક્રવર્તી બંને એકબીજાના સારા મિત્ર છે. વાયરલ તસ્વીરમાં રિયાએ સફેદ કુર્તા અને પ્લાઝો પહેર્યો છે. બીજી બાજુ, શિબાનીએ બ્લુ લૂઝ જિન્સ સાથે સફેદ રંગનું ટોપ પહેર્યું છે. કોરોનના કારણે આ બંને અભિનેત્રીઓએ માસ્ક લગાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Neha Dhupia (@nehadhupia) on

નેહા ધૂપિયા 80 દિવસ પછી પોતાના ઘરની બહાર નીકળી હતી. નેહા ધૂપિયાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા ઘર છોડવાની માહિતી આપી હતી. તેણે તેના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી છે. નેહા ધૂપિયાએ આ સેલ્ફી દોડતી વખતે લીધી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.