આ 5 સિતારાઓએ શોમાં ઓન સ્ક્રીન કર્યા હતા લગ્ન, થોડાક સમયમાં જ તૂટ્યા હતા સંબંધ…

TRP માટે આ સ્ટાર્સે ઓન સ્ક્રીન કર્યા હતા લગ્ન અને સગાઇ, શો પૂરો થતા જ તૂટી ગયા સંબંધ…ફેન્સ બોલ્યા ઉલ્લુ બનાવી દીધા

રિયાલિટી શોમાં TRPનો ખેલ ખુબ જ ચાલી રહ્યો છે. શોમાં ઈમોશનલ ડ્રામા સાથે ઘણી વાર સગાઇ અને લગ્ન પણ કરાવી દેવામાં આવે છે. ‘બિગબોસ’ સાથે બીજા ઘણા રિયાલિટી શોમાં ટીવી સ્ટારે લગ્ન કે સગાઇ ખુબ જ ધુમ ધામથી કર્યા હોય

પરંતુ શો પૂરો થયાના થોડાક મહિનામાં જ તૂટી જતા હોય છે. આજે અમે બતાવીશું  એવા સ્ટાર વિશે જેમણે ઓન સ્ક્રીન લગ્ન કે સગાઇ કરી છે પરંતુ શો પત્યા પછી સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહિ.

1. સારા ખાન : ‘બિગબોસ’ના સીઝન 4માં સારા ખાને અલી મચેટ સાથે શો ઉપર જ લગ્ન કરી લીધા હતા પરંતુ 2 મહિનામાં જ સબંધ તૂટી ગયો હતો.

2. રાહુલ મહાજન : ‘બિગબોસ’ના ઘરમાં પાયલ રોહતગી અને મોનિકા બેદીની નજીક રહેલ રાહુલ મહાજને 2010માં ‘રાહુલ દુલ્હનિયા લે જાયેંગે’માં ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તે લગ્ન પાંચ વર્ષમાં જ તૂટી ગયા હતા. ડિમ્પીએ રાહુલ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.

3. રતન રાજપૂત : ટીવી ધારાવાહિક ‘અગલે જન્મ મોહે બિટિયા હી કીજો’થી મશહૂર થવા વાળી રતન રાજપૂત પણ એવા જ સિતારોમાંથી એક છે જેણે ટીવી પર લગ્ન કર્યા હતા. રાહુલની જેમ જ રતને પણ ‘રતન કા રિશ્તા’ દ્વારા તેના માટે જીવનસાથી શોધ્યો હતો. આ ધારાવાહિકમાં તેણે અભિનવ સાથે સગાઇ કરી હતી ત્યાદબાદ બંનેના સંબંધ તૂટી ગયા હતા.

4. રાખી સાવંત : રાખી સાવંતે ‘રાખી સ્વયંવર’માં ઈલેશને પસંદ કર્યો હતો જે ટોરેન્ટોમાં રહે છે. ત્યારબાદ રાખીએ લગ્ન માટે ના પડી હતી અને સગાઇ તોડી દીધી હતી. રાખીએ ઈલેશ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો.

5. સુશાંત સિંહ રાજપૂત :  અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને ટીવીની મશહૂર અભિનેત્રી અંકિતા લોખંડે ટીવી શો ‘પવિત્ર રિશ્તા’માં મળ્યા હતા. બંને 6 વર્ષ સુધી સાથે રહ્યા હતા. સુશાંતે ‘ઝલક દિખલા જા’ પર અંકિતા લોખંડેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું પરંતુ પછી સુશાંત અને અંકિતા 6 વર્ષ જૂનો સંબંધ તોડી દીધો હતો.

Patel Meet