મનોરંજન

બોલીવુડના આ 5 સ્ટારની વિચિત્ર આદતો જાણીને તમે પણ વિચારમાં પડી જશો, 4 નંબરની અભિનેત્રીને છે સૌથી ખરાબ આદત

બોલીવુડમાં અભિનેતાઓના જીવન વિશે જાણવાની દરેક વ્યક્તિને ઈચ્છા હોય છે. પડદા ઉપર અભિનય કરી અને એક જુદું જીવન બતાવતા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પોતાની અસલ લાઈફમાં સાવ જુદા હોય છે, તેમની કેટલીક એવી આદતો હોય છે જે ઘણીવાર દુનિયા  છુપી રહી જાય છે. અને આદતો એવી હોય છે કે બાળપણથી લઈને સ્ટાર બનાવ પછી પણ આ આદતોને છોડાવી નથી શકતા, આવી જ આદતો વિશે આપણે આજે વાત કરીશું. જેને જાણીને તમને પણ નવાઈ લાગશે.

Image Source

સલમાન ખાન:
બોલીવુડમાં જેનું આગવું નામ છે અને જેની ફિલ્મો માટે ચાહકો રાહ જોઈને બેસે છે એવા અભિનેતા સલમાન ખાનના જીવન વિશે આપણે ઘણી બધી બાબતો જાણીએ છીએ, સલામ ફિલ્મોમાં કમાણીની સાથે સાથે સામાજિક સેવાકીય કર્યો પણ કરતો હોય છે. સલમાનની પણ એક આદત એવી છે જેને જાણીને સૌ કોઈને નવાઈ લાગે છે. સલમાનને કુદરતી અને હાથે બનાવેલા સાબુ ભેગા કરવાનો શોખ છે.

Image Source

શાહરુખ ખાન:
બીલીવુડમાં કિંગખાન તરીકે જાણીતા અભિનેતા શાહરુખ ખાન પણ આવી આદતોમાં પાછળ નથી, શાહરુખ પાસે હજારો જીન્સ પેન્ટ છે. આ ઉપરાંત તે વિડીયો ગેમ્સ અને ગેમિંગ ગેજેટનો પણ શોખ રાખે છે, પોતે જયારે ફ્રી હોય છે ત્યારે તેના આ શોખને તે પૂર્ણ કરે છે.

Image Source

કરીના કપૂર:
બોલીવુડમાં બેબો તરીકે ઓળખાતી અભિનેત્રી કરીના કપૂરના પણ ચાહકો ઘણા બધા છે. સૈફ અલીખાન સાથે લગ્ન કાર્ય બાદ અને તૈમુરની માતા બન્યા બાદ તો કરીનાના ચાહકોમાં ધરખમ વધારો થયો છે, તેને થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા સાથે જોડાણ કર્યું અને થોડા જ સમયમાં ઇન્સ્ટાગ્રામ ઉપર તેના લાખો ફોલોઅર્સ બની ગયા. પરંતુ કરીનાને એક આદત બાળપણથી લાગેલી છે. આ આદત એવી ખરાબ રીતે લાગી છે કે તેને તે ચાહવા છતાં પણ નથી છોડી શકતી, કરીનાને પોતાની આંગળીઓના નાખ ચાવવાની આદત છે.

Image Source

અમિતાભ બચ્ચન:
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોમાં એટલા જ ઉત્સાહથી કામ કરે છે. તેમનો ચાહક વર્ગ દુનિયાભરમાં ફેલાયેલો છે. અમિતાભ અનુસાશન પ્રિય છે. પરંતુ તેમને પણ એક આદત છે, તેઓ ક્યારેક હાથની અંદર બે ઘડિયાળ પહેરે છે. તેની પાછળનું કારણ એ છે કે જયારે તેમના પરિવારમાંથી કોઈ વિદેશમાં જાય છે ત્યારે વિદેશનો સમય બીજી ઘડિયાળમાં સેટ કરી દે છે. અને એ ઘડિયાળ પણ હાથમાં પહેરી દે છે.


સન્ની લિઓની:
બોલીવુડની સૌથી અભિનેત્રી સન્ની લિઓના ચાહકો તો દુનિયાભરમાં છે. સન્નીને પણ એક એવી આદત છે જે જાણીને તમને ખરેખર નવાઈ લાગવાની છે. સન્નીને પોતાના પગ વારંવાર ધોવાની આદત છે. તે થોડીવાર થતા જ પોતાના પગને ધોઈ નાખે છે. આવું કેમ કરે છે એ તો એ જ જાણે, પરંતુ તેની આ આદતના કારણે તે ઘણીવાર શૂટિંગમાં અને કાર્યક્રમમાં લેટ પણ થાય છે.