મનોરંજન

ફિલ્મોમાં નિષ્ફળતા મળ્યા બાદ આ 12 સ્ટાર્સે ચાલતી પકડી અને TV માં એક્ટિંગ ચાલુ કરી જુઓ

ઘણા એવા બોલિવુડ સ્ટાર છે જેઓએ એક સમયે ફિલ્મમાં ડેબ્યુટ કર્યુ હતુ અને તેમાં જોઈએ તેવી સફળતા ન મળતા નાન પડદે ચમક્યા અને આજે છે તેઓ ટેલિવિઝનના બીગ સ્ટાર.તો મળો તમારા આ ફેવરિટ ટેલિવુડ બીગ સ્ટારને.

1.મોનીકા બેદી:
મોનીકાએ 1995માં સુરક્ષા ફિલ્મથી ડેબ્યુટ કર્યુ હતુ.જેમાં તેની સાથે લીડ રોલમાં સૌફ અલી ખાન હતો.ત્યારબાદ તે 2001માં જોડી નંબર વનમાં ગોવિંદા અને સંજય દત્ત તથા ટવિકલ ખન્ના જેવા સ્ટારકાસ્ટ સાથે જોવા મળી.તેમ છતાં તેને મોટા પડદે જોઈએ તેવી સફળતા મળી નહીં.ગેંગસ્ટર અબુ સાલેમ સાથેના રિલેશનને કારણે તે હેડલાઈનમાં ચમકી.10 વર્ષ બાદ તે સંજય લીલા ભણસાળીના ટેલી શો સરસ્વતી ચંદ્રમાં નેગેટીવ રોલમાં ચમકી.

2.આશિફ શેખ:
બીન તેરે સનમનો આ રોમેન્ટિક એકટર તમને યાદ જ હશે. 1991મા આવેલી ફિલ્મ યારા દિલબરા જેમા આશિફ સાથે રૂચિકા પંડયા પણ હતી.ફિલ્મોમાં નિષ્ફળતા મળતા આશિફે પણ ટેલિવુડ તરફ નજર નાંખી અને બની ગયો નાના પડદાનો મોટો સિતારો. જી, હાં ભાભીજી ઘર હે નામની ધારાવાહિકમાં જોવા મળતો વિભુતી મિશ્રા જ છે આશિફ શેખ.

3.અમૃતા રાવ:
ઇશ્ક વિશ્ક, મે હુના, વિવાહ જેવી હિટ ફિલ્મો આપનાર પણ કરી ચુકી છે સિરિયલમાં કામ મેરી આવાઝ હી પહેચાન હૈ માં અમૃતા જોવા મળી હતી.

4.આશિષ ચૌધરી:
ઘણી ફિલ્મોમાં કામ કરવા છતા સફળતા ન મળતા આશિષને પણ નાના પડદે હાથ અજમાવો પડ્યો.ધમાલ ફિલ્મમાં તે અન્ય મોટા સ્ટાર સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી એવી સફળ રહી હતી. ત્યારબાદ તે ટેલીવુડમાં એક મુઠ્ઠી આસામનમાં રાઘવના રોલમાં જોવા મળ્યો હતો. તાજેતરમાં આશિષ બેહદમાં પણ જોવા મળ્યો હતો

5.અપૂર્વ અગ્નિહોત્રી:
સુભાષ ઘાઈની ફિલ્મ પરદેશથી બોલિવુડમાં ડેબ્યુટ કરનાર અપૂર્વ અગ્નિહોત્રી ત્યારબાદ પ્યાર કોઈ ખેલ નહીમાં પણ જોવા મળ્યો હતો. ત્યારબાદ તે પણ ટેલિવુડ તરફ વળ્યો જસ્સી જેસી કોઈ નહીમાં અરમાન સુરીના કેરેકટરે તેને સારી એવી સફળતા અપાવી.પછી તે સપના બાબુલ કા …બીદાઈમાં પણ જોવા મળ્યો હતો, અને આજે વેબસિરિઝમાં કામ કરી રહ્યો છે.

6.અવિનાશ વધવાન:
દિવ્યા ભારતી સાથે 90ના દાયકામા અવિનાશે ડેબ્યુટ કર્યુ હતુ.ત્યારબાદ તે પૂજા ભટ્ટ સાથે જનૂનમાં મનિષા કોઈરાલા અને કરિશ્મા કપૂર સાથે ધનવાનમાં જોવા મળ્યો હતો.તેમ છત્તા તેને સફળતા ન મળતા તે પણ ટેલિવુડમાં પ્રવેશ્યો.બાલિકા વધુ, બિદાઇ જેવી ધારાવાહિકમાં જોવા મળ્યો.

7.અયુબ ખાન:
અયુબ ખાન એવરગ્રીન સ્ટાર દીલિપ કુમારનો ભત્રીજો છે.અયુબ ખાનને ભલે લીડ એકટર તરીકે બોલિવુડમાં સફળતા ન મળી પણ તે અનેક ફિલ્મોમાં સપોર્ટીંગ એકટર તરીકે સારી એવી પ્રશંસા મેળવી ચૂક્યો છે. ટેલિવિઝ શો ઉત્તરણ અને એક હસીના થીમાં તે યાદગાર ભૂમિકા કરી ચૂક્યો છે.

8.ઈવા ગ્રોવર:
ઈવા ગ્રોવર પણ ફિલ્મોમાં હાથ અજમાવી ચુકી છે,પણ જોઈએ તેવી સફળતા ન મળતા તે પણ ટીવી પડદે પાછી ફરી.ઈવા ગ્રોવરને ઓફિસ ઓફિસ, ક્યુકી સાસ ભી કભી બહુ થીમાં મહત્વપૂર્ણ રોલ મળ્યો.ત્યારબાદ તે ઝાંસી કી રાની અને મોસ્ટ ફેમસ કેરેટકટ નિહારીકા કપૂર તરીકે તેને બડે અચ્છે લગતે હેમાં સિરિયલમાં કામ મળ્યુ હતું.

9.નકુલ મેહતા:
2008માં અધ્યયન સુમન સાથે હાલે એ દિલ ફિલ્મથી ડેબ્યુટ કરનાર નકુલને પણ ટેલિવિઝન પડદે વળવુ પડ્યુ. હાલની ટીવી સિરિયલ પ્યાર કા દર્દ હે મીઠા મીઠા પ્યારા પ્યારામાં તે આદિત્યના રોલમાં અને ઇશ્કબાઝમાં શિવાય તરીકે અત્યારે ઘરે ઘરે જાણીતો ચહેરો બની ચુક્યો છે.

Image Source

10.રોનિત રોય:
રોનિત રોયે ફિલ્મ જાન તેરે નામથી બોલિવુડમાં ડેબ્યુટ કર્યુ હતુ.ત્યારબાદ તે સૈનિક,હલચલ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો.તેમ છતાં બોલિવુડમાં ઝાકમઝમાળ ભરી સફળતા ન મળતા તેણે પણ નાના પડદે ઝંપલાવ્યુ.નાના પડદે તે ક્યુકી સાસ ભી કભી બહુ થી,કસૌટી ઝિંદગી કી જેવી સિરિયલથી ભારે પ્રશંસા પામ્યો.ત્યારબાદ તે હાલમાં પણ ચાલી રહેલા ડિટેકટીવ શો અદાલતમાં જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત રોનિત રોય ફરી ફિલ્મ ઉડાન, 2 સ્ટેટમાં ચમકી ચૂક્યો છે.

11.શેખર સુમન:
રેખા સાથે બોલિવુડમાં ડેબ્યુટ કરનારા શેખર સુમનનું પણ કંઈક આવુ જ છે.લીડ એકટર તરીકે સ્વિકૃતિ ન મળતા શેખરે પણ ટેલિવુડમાં ઝંપલાવ્યું.દેખ ભાઈ દેખ,મુવર્સ એન્ડ શેખર જેવા કોમેડી શોથી શેખરને ભારે સફળતા મળી અને ફિલ્મોમાં પણ તે સાઈડ રોલમાં જોવા મળતો.

12.વિવેક મુશરાન:
આ ઈલુ ઈલુ હિરો તમને યાદ જ હશે,જે ફિલ્મ સૌદાગરમાં જોવા મળ્યો હતો. જો કે તેની આ લોકપ્રિયતા ફિલ્મી દુનિયામાં વધારે ન ટકી,અને તે પણ નાના પડદે ચમકયો. ટીવી સિરિયલ જેવી કે પરવરીશ,કિટિ પાર્ટી, સોનપરીમાં ચમકી સારી એવી પ્રશંસા પામ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.