મનોરંજન

બોલિવૂડના આ 6 કલાકારોની વિદેશમાં પણ છે કરોડોની સંપત્તિ, વાંચો સમગ્ર વિગત

સામાન્ય માણસ મોંઘી વસ્તુઓ ખરીદતા પહેલા 10 વખત વિચારે છે કે તે ઉપયોગી છે કે નહીં. જો કે, બોલિવૂડ હસ્તીઓ સાથે આવું થતું નથી. અભિનેતાઓ તેમની જુદી જુદી આવક દ્વારા લક્ઝરી પ્રોપર્ટીમાં ઘણાં નાણાંનું રોકાણ કરે છે. તેઓ વિદેશમાં અને અલગ-અલગ જગ્યારે પ્રોપર્ટીમાં રોકાણ કરતા હોટ છે. તો ચાલો જાણીએ એવા કેટલાક કલાકારો વિશે જેમને વિદેશી જમીન પર કરોડોની સંપત્તિ બનાવી છે.

અમિતાભ બચ્ચન:

અમિતાભ માટે ઘર એક અહેસાસ છે, ફક્ત એક જગ્યા નથી. ભારતમાં તેઓના ખૂબ મોંઘા ઘરો છે , અભિનેતાએ વિદેશોમાં પણ વૈભવી સંપત્તિ બનાવી છે. અહેવાલો અનુસાર, બિગ બી પાસે પેરિસમાં લક્ઝરી ફ્લેટ  છે. અહીં તે પાસે 8 સંપત્તિના મલિક છે અને તેની પાસે એક વૈભવી ઘર પણ છે જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.

જ્હોન અબ્રાહમ:

Image Source

જ્હોન એક મહાન અભિનેતાની સાથે બિઝનેસમેન પણ છે. તેને કેટલાક સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે. મોડેલમાંથી અભિનેતા બનેલા જ્હોનની મુંબઈમાં 60,000 સ્ક્વેર ફીટની સંપત્તિ છે. આ ઉપરાંત, તેનું અમેરિકાના લોસ એન્જલસના બેલ એરમાં પોશ હાઉસ છે. જેનિફર એનિસ્ટન, એન્જેલીના જોલી જેવા સિલેબ્સ આ વિસ્તારમાં રહે છે.

સલમાન ખાન:

Image Source

બોલીવુડ સેલિબ્રિટીઝનું દુબઇમાં લક્ઝરી ઘર છે અને તેમાં સલમાન ખાન શામેલ છે. તેને ભુજ ખલીફા પાસેની સંપત્તિ માટે ઘણાં પૈસા ખર્ચ કર્યા છે. એડ્રેસ ડાઉનટાઉનમાં તેનો એક એપાર્ટમેન્ટ છે અને તે ઘણીવાર દુબઈની મુલાકાત લે છે.

અક્ષય કુમાર:

Image Source

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની પણ માત્ર ભારતમાં જ નહીં વિદેશી ધરતી પર પણ ઘણી સંપત્તિ છે. તેને એક વૈભવી એપાર્ટમેન્ટ પૂરતું ન હતું, તેથી તેને કેનેડાના ટોરોન્ટોમાં આખી હિલ જ ખરીદી લીધી જેમે બીજા કેટલાક એપાર્ટમેન્ટ્સ અને બંગલા પણ શામિલ છે. એટલું જ નહીં, બીચની મજા માણતી વખતે અક્ષયે મોરેશિયસના એક પ્રખ્યાત બીચ પર બંગલો ખરીદી લીધો હતો.

શાહરૂખ ખાન:

Image Source

બોલિવૂડનો કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ઓવરસીઝમાં ફેન ફોલોઇંગ છે, તે જ રીતે બહાર તેની સારી પ્રોપર્ટી પણ છે. દુબઈમાં લક્ઝરી પ્રોપર્ટીઓ સિવાય, તેનો સેન્ટ્રલ લંડનના પાર્ક લેન વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટ માટે તેને ઘણા પૈસા ખર્ચ કર્યા છે. આ સંપત્તિની કિંમત આશરે 187 કરોડ રૂપિયા કહેવામાં આવી છે. આ તેની સૌથી મોંઘી વસ્તુઓ માંથી એક છે. એટલું જ નહીં, શાહરુખની ગલ્ફ સ્ટેટમાં ઘણી સંપત્તિ છે.

શિલ્પા શેટ્ટી કુંદ્રા:

Image Source

બોલિવૂડ એક્ટ્રેસ અને બિઝનેસવુમન શિલ્પા શેટ્ટી કુંદ્રા ઓવરસીઝના 3 બેસ્ટ ઘરની માલિક છે. શિલ્પાને સાથી મોંઘી લગ્નની ગિફ્ટમાં તેના પતિએ દુબઈના બુર્જ ખલિફામાં 19 માં માળે એપાર્ટમેન્ટ ખરીદીને આપ્યો હતો. જોકે બાદમાં આ દંપતીએ સંપત્તિ વેચી દીધી હતી. આટલું જ નહીં, તેમની પાસે સુરેના વાયબ્રીજમાં રાજમહેલ નામની 7 બેડરૂમ વાળી એક્ઝિક્યુટિવ પ્રોપર્ટી છે. આ સિવાય તેની પાસે લંડનની મેફેયર અને ઓક્સફર્ડ સ્ટ્રીટમાં પણ પ્રોપર્ટી છે.