ફિલ્મી દુનિયા

સુશાંતસિંહના નેપોટિઝ્મ મામલે આ 5 સેલિબ્રિટી ઊંધી પૂંછડીએ ભાગ્યા એવું કામ કરી બેઠા

બોલીવુડના દમદાર અભિનેતા સુશાંતના નિધનથી તમામ પ્રકારના કયાસો લગાવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર નેપોટિઝમને લઈને અભિયાન શરૂ થઇ ગયું છે, જેને લિધે ઘણા કલાકારોએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના કમેન્ટ્સ સેક્શનને લિમિટેડ કરી દીધું છે. એટલે કે તેઓની પોસ્ટ પર અમુક જ લોકો કમેન્ટ કરી શકે છે.

Image Source

નેપોટિઝમને લઈને અભિનેત્રી સોનમ કપૂર પણ ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી, જેને લીધે તેણે પોતાના કમેન્ટ સેક્શનને સીમિત કરી નાખ્યું હતું, જેથી કોઈ તેને કમેન્ટ ન કરી શકે.

Image Source

જો કે માત્ર સોનમ જ નહિ પણ આલિયા ભટ્ટ, કરીના કપૂર, સોનાક્ષી સિંહા, કરન જોહર, અનન્યા પાંડે, એકતા કપૂર જેવા સેલેબ્સે પણ પોતાના કમેન્ટ સેક્શનને સીમિત કર્યું છે. આ સિવાય શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને પણ કમેન્ટ સેક્શન સીમિત કરેલું છે.

Image Source

સુશાંત સિંહ આગળના અમુક મહિનાઓથી ડિપ્રેશનમાં હતા અને તેણે સાઈન કરેલી સાત ફિલ્મોમાની છ ફિલ્મો હાથમાંથી નીકળી ગઈ હતી, અને આત્મહત્યા કરવાનું પગલું ભર્યું. ચાહકોનું માનવું છે કે સુશાંત બોલીવુડમાં નેપોટિઝમનો શિકાર થયા અને તેને લીધે જ તેના હાથમાંથી બધી ફિલ્મો નીકળી ગઈ.

Image Source

આ સિવાય અભિનેત્રી કંગના રનૌત, ડાયરેક્ટર અભિનવ કશ્યપ, અભિનેતા પ્રકાશ રાજ પણ એક સમયે ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો શિકાર થઇ ચચુક્યા છે. આ વચ્ચે કરન જોહર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર જેવા કલાકારોના ફોલોઅર્સ લગાતાર ઘટતા જઈ રહ્યા છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.