મનોરંજન

જયારે ઐશ્વર્યા રાય સાથે થઇ ખુલ્લેઆમ છેતરપિંડી, હકીકત જાણીને પોતાને છેતરાયેલી અનુભવતી રહી અભિનેત્રી

બોલીવૂડના ઘણા એવા સિતારાઓ છે કે જે કોઈને કોઈ કારણોસર એવોર્ડ શોથી દૂરી બનાવીને રાખે છે, જેમાં આમિર ખાનથી લઈને કંગના રનૌત સુધીના સીતારાઓનો સમાવેશ થાય છે. એવોર્ડ શોમાં ન જવા પાછળ એમ તો ઘણા કારણો હશે પણ એમાંનું એક છે એમાં થવાવાળી રાજનીતિ. ઘણા ચેટશોમાં ઘણી વાર સિતારાઓ એઓંકર્ડ શોને નકલી અને બાયસ્ડ કહી ચુક્યા છે. આવી જ રીતે એકવાર પૂર્વ વિશ્વસુંદરી અભિનેત્રી ઐશ્વર્યા રાય પણ છેતરપિંડીનો ભોગ બની ચુકી છે, જે વાત એને જાતે સ્વીકારી હતી.

Image Source

ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ અનુસાર, એવોર્ડ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે બોલિવૂડ સ્ટાર્સને 75 લાખથી માંડીને ત્રણ કરોડ સુધીની રકમ મળે છે, એમાંના કેટલાય એવા હોય છે કે જે પરફોર્મ કરવા માટે એવોર્ડ મેળવવા પર દબાણ કરતા હોય છે. એના માટે ઘણીવાર રાજનીતિ પણ થતી હોય છે.

Image Source

કેટલાક વર્ષો પહેલા ઐશ્વર્યા રાયે પણ આવી જ રાજનીતિનો સામનો કરવો પડ્યો હતો અને એક એવૉર્ડ શોમાં એમની સાથે છેતરપિંડી થઇ હતી. ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યાને પહેલા સૂચના આપવામાં આવી કે એમને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગુઝારિશ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળી રહ્યો છે. પરંતુ એ પછી કોઈ વગદાર વ્યક્તિના દબાણ પર છેલ્લી ઘડીએ એમનું નામ બદલી નાખવામાં આવ્યું હતું.

Image Source

આ પ્રકારની છેતરપિંડી માત્ર ઐશ્વર્યા રાય સાથે જ નહીં પણ દિવંગત અભિનેત્રી શ્રીદેવી સાથે પણ થઇ હતી. એક સિનિયર ફિલ્મમેકર અનુસાર, ફિલ્મ ઈંગ્લીશ-વિંગ્લિશ માટે શ્રીદેવીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળવાનો હતો, પણ છેલ્લી ઘડીએ આ એવોર્ડ કોઈ બીજાને આપી દેવામાં આવ્યો. આ ઘટના જોઈને શ્રીદેવી અને એમના પતિ બોની કપૂર એટલા હેરાન થઇ ગયા હતા કે એમને એ સીઝનના બધા જ એવૉર્ડ શોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.

Image Source

વર્ષ 2012માં જયારે ઈંગ્લીશ-વિંગ્લિશ રિલીઝ થઇ તો એ સમયે વિદ્યા બાલને તેની ફિલ્મ ધ ડર્ટી પિક્ચર માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો તો. જયારે 2010માં ગુઝારિશ રિલીઝ થઇ એ વાખતે વિદ્યા બાલનને એમની ફિલ્મ પામાં એમના દમદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Image Source

રંગ દે બસંતીના દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મેહરાએ જણાવ્યું હતું કે ફિલ્મ જગતના પ્રોપેગેન્ડા અને બાયસ્ડ હોવાના કારણે ખૂબ જ નારાજ છે અને શરમ અનુભવે છે. તેમને કહ્યું હતું, આપણી પાસે એવા એવોર્ડ શો છે, જ્યાં પૂર્વગ્રહને મનોરંજનમાં ફેરવી દેવામાં આવે છે. રાકેશ ઓમપ્રકાશ મહેરાએ એવું પણ કહ્યું હતું કે મોટાભાગના પ્રસિદ્ધ એવોર્ડ શો બેકાર છે, તેઓ ફક્ત માર્કેટિંગની ઈવેન્ટ્સ બનીને રહી ગયા છે.

Image Source

રાકેશ ઓમપ્રકાશ મહેરાએ એવું કહ્યું હતું કે એમની ફિલ્મ ઓહ માય ગોડ પણ આ જ શોની સારી ચૂક હતી, જેને પોપ્યુલર એવોર્ડ કેટેગરીમાં કોઈ જ નોમિનેશન મળ્યું ન હતું. અભિનેતા-દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયાના કહેવા મુજબ, પાનસિંહ તોમર ઇરફાન ખાનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મને પ્રેક્ષકો તરફથી સારા રિવ્યુઝ અને દર્શકોનો પ્રેમ પણ મળ્યો હતો પરંતુ પ્રસિદ્ધ એવોર્ડ શોમાં તેની અવગણના કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ, આવા એવોર્ડ શોનું આયોજન ફક્ત સેટેલાઇટ સેલ્સ દ્વારા પૈસા એકત્રિત કરવા માટે કરવામાં આવે છે અને પ્રમોટ કરવામાં આવે છે.