બોલિવુડના આ સ્ટાર કિડ ફ્લોપ છે તો શું થઇ ગયું? પૈસા બાબતે કોઇ સ્ટારથી કમ નથી- જુઓ કેવા જલસા કરે છે

બોલિવુડમાં ફ્લોપ હોવા છત્તાં પણ અમીરી મામલે કોઇ સ્ટારથી કમ નથી આ સ્ટાર કિડ, જીવે છે આલીશાન જીવન

બોલિવુડની ચકાચોંધમાં ટકવુ સરળ નથી. અહીં એ જ સ્ટાર બને છે જે લોકોના દિલમાં ઉતરી જાય છે. પછી કોઇ કેટલુ પણ મોટુ સ્ટાર કિડ કેમ ન હોય, તેમનું કરિયર ત્યાંનું ત્યાં જ રહી જાય છે. આજે એવા કેટલાક સ્ટાર કિડ વિશે જણાવવા જઇ રહ્યા છે જેઓ ફિલ્મોમાં ફ્લોપ રહ્યા પરંતુ અમીરી મામલે કોઇ સ્ટારથી કમ નથી.

1.ટ્વિંકલ ખન્ના : ટ્વિંકલ ખન્ના સુપર સ્ટાર રાજેશ ખન્ના અને ડિંપલ કાપડીયાની દીકરી છે. ટ્વિંકલે ફિલ્મ “બરસાત”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુુ. પરંતુ તે કોઇ મોટી ફિલ્મ ન આપી શકી, જે બાદ તેણે અભિનયને અલ્વિદા કહી દીધુ. ટ્વિંકલ ખન્ના 2010થી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. તેના પર ભેર બેંક બેલેંસ છે.

2.તુષાર કપૂર : અભિનેતા જીતેન્દ્રના દીકરા તુષાર કપૂરે ફિલ્મ “મુજે કુછ કહેના હે”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તેમની આ ફિલ્મ ફ્લોપ થઇ ગઇ અને તેની સાથે તેમનું કરિયર કયારેય ઉઠી શક્યુ નહિ. તુષાર કપૂર બાલાજી ટેલિફિલ્મ્સ અને બાલાજી મોશન પિકચર્સના ઓનર છે.

3.ઇશા દેઓલ : અભિનેતા ધર્મેંદ્ર અને બોલિવુડની ડ્રિમ ગર્લ હેમામાલિની તેમના જમાનાના સુપર સ્ટાર રહ્યા છે. પરંતુ તેમની દીકરી ઇશા દેઓલનું ફિલ્મી કરિયર ફ્લોપ રહ્યુ છે. ઇશા દેઓલને કયારેય તેના માતા-પિતાની જેમ ઓડિયન્સનો પ્રેમ ન મળી શક્યો. ઇશાએ હીરા વેપારી ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા છે.

4.ઉદય ચોપરા : અભિનેતા ઉદય ચોપરાએ ફિલ્મ “મોહબ્બતેં”થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તેમને વધારે “ધૂમ” ફિલ્મમાં અલીના પાત્ર માટે ઓળખવામાં આવે છે. ઉદય ચોપરા ફિલ્મોમાં તો ફ્લોપ રહ્યા પરંતુ તે યશરાજ ફિલ્મ્સના સીઇઓ છે. રીપોર્ટ્સ અનુસાર તેમની નેટવર્થ 6 મિલિયન આસપાસ છે.

5.જાયેદ ખાન : અભિનેતા જાયેદ ખાન ફિલ્મ “મેં હું ના”માં શાહરૂખ ખાનના ભાઇના રોલમાં જોવા મળ્યા હતા. જાયેદ અભિનેતા સંજય ખાનનાા દીકરા છે. જાયેદનું ફિલ્મી કરિયર ચાલી શક્યુ નહિ. પરંતુ હવે તેઓ ફિલ્મ પ્રોડ્યુસ કરે છે. તેમની પાસે પૈસાની કોઇ કમી નથી.

Shah Jina