દેશભરમાં કોરોના વાયરસનો ખતરો લાગ્યું પડ્યો અને લોકડાઉન જાહેર થયું, જેમાં તમે વસ્તુઓ સાથે શાળા કોલેજો પણ બંધ થઇ ગઈ. જેના કારણે શાળામાં ભણતા બાળકો પણ પોતાના ઘરમાં જ ઓનલાઇન માધ્યમ દ્વારા અભ્યાસ કરી રહ્યા છે. બોલીવુડના સેલેબ્રિટીઓ વિષે તો આપણે જણાએ જ છીએ પરંતુ મનમાં ક્યારેક પ્રશ્ન થાય કે બોલીવુડના સ્ટારકિડ્સ કઈ સ્કૂલમાં અભયસ કરતા હશે? તો આજે આ સવાલનો જવાબ અમે તમને આપીશું સાથે કેટલી ફી તે ચૂકવે છે તે પણ જણાવીએ.

બોલીવુડના એક ખ્યાતનામ અભિનેતા ઋત્વિક રોશન અને તેની પત્ની સુઝાનનાં ડિવોર્સ થઇ ગયા છે છતાં પણ બંને સાથે ઘણીવાર બાળકોના કારણે જોવા મળે છે. તેમના બંને દીકરાઓ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે, સાથે મીડિયા રિપોર્ટ પ્રમાણે આ સ્કૂલની ફી જોઈએ તો LKGથી લઈને 7માં ધોરણ સુધીની ફી 1 લાખ 70 હજાર રૂપિયા છે.

અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્નાનો દીકરો આરવ જુહુ સ્થિત ઈકોલ મોડિયાલે વર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કરે છે, આરવને માર્શ આર્ટ્સમાં વધુ રસ છે. રિપોર્ટ પ્રમાણે ક્ષયની દીકરી નિતાર પણ આજ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

માધુરી દીક્ષિત પણ પોતાના બંને દીકરા અરિન અને રયાનને મુંબઈની ઓબોરોય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવી રહી છે. ઓબોરોય ઇન્ટરનેશનલ સ્કૂલ ભારતની ટોપ 3 સ્કૂલોમાં એક છે.

શાહરુખ ખાનનો દીકરો અબરામ અર્પણ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણે છે. શાહરૂખના બંને બાળકો પણ પહેલા આજ સ્કૂલમાં ભણ્યા છે.

વાત કરીએ બચ્ચન પરિવારની તો બચ્ચન પરિવારમાં અભિષેક અને ઐશ્વર્યાની દીકરી આરાધ્ય પણ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણે છે. વર્ષ 2003માં નીતા અંબાણીએ આ સ્કૂલની શરૂઆત કરી હતી.

તો પોતાના પતિથી ડિવોર્સ લઈને પોતાના બાળકો સાથે રહેતી કરિશ્મા કપૂરનો દીકરો કિયાન પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ અભ્યાસ કરે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.