મનોરંજન

સ્ટાર કિડએ એક સમયે સુશાંતની કેવી ખરાબ રીતે બેન્ડ બજાવી હતી, આ છે પ્રુફ

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બધા જ લોકો શોકમાં છે. બોલીવુડનો ટેલેન્ટેડ એક્ટરએ અચાનક નિધનથી લોકોને વિશ્વાસ જ નથી આવતો કે સુશાંત આવું પગલું ભરી શકે. સુશાંતના નિધન બાદ સોશિયલ મીડિયામાં નેપોટિઝ્મનો મુદ્દો ઉઠાવ્યો છે. સુશાંતના નિધનથી ઘણા બૉલીવુડ સેલેબ્સ પર આરોપ લગાવ્યો છે.

સુશાંતના નિધન બાદ તેની જૂની તસ્વીર અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સુશાંતને બોલીવુડમાં હંમેશા આઉટસાઈડર ગણવામાં જ આવતો હતો. સુશાંતના અભિનયને અવગણીને હંમેશા સ્ટારકિડને મહત્વ આપવામાં આવ્યું છે. બોલીવુડના સ્ટારકિડના દ્વારા સુશાંતનું કઈ હદ્દે અપમાન કરવામાં આવતું હતું તેનો જીવતો જાગતો દાખલો સામે આવ્યો છે.

સુશાંતના નેપોટિઝ્મને કારણે પહેલાથી ડિપ્રેશનમાં હતો.જેની દવા પણ ચાલી રહી હતી. બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં બહારના લોકોને એન્ટ્રી મળતી નથી. માત્ર ને માત્ર સ્ટારકિડને જ ફિલ્મોમાં કામ કરવાની વધુ તક મળે છે.

હાલ સોશિયલ મીડિયા પર થ્રો બેક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જણાય છે કે કેવી રીતે સ્ટાર કિડ્સ સુશાંતને અપમાનિત કરતા રહેતા હતા.

બૉલીવુડના વિવિધ સિતારાઓ દ્વારા શાહરુખ ખાન, કરણ જોહર, સલમાન ખાન, એકતા કપૂર સામે અલગ-અલગ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

આ વીડિયોમાં મોટા ભાગના તો કરણ જોહરના ટીવી શો કોફી વિથ કરણ પર આધારીત છે. એક શોમાં કરણ જોહર સોનમ કપૂર સામે કેટલાક કલાકારોના નામ લે છે જેમાં સુશાંતનું નામ આવતા સોનમ આશ્ચર્ય પામે છે અને તેને ઓળખવાનો જ ઇનકાર કરી દે છે. આવી જ રીતે આલિયા ભટ્ટ પણ જાણે સુશાંતને ઓળખતી જ ન હોય તેવો ઢોંગ કરતી જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.