બોલિવુડના સેલેબ્સ બેહદ ગ્લેમરસ અને લકઝરીયસ જિંદગી જીવતા હોય છે. બોલીવુડ સેલેબ્સના બાળકો પણ આરામની જિંદગી જીવે છે,. બૉલીવુડ સ્ટારકિડની ગ્લેમરસ જિંદગી જોઈને સારા-સારા લોકોના દિલમાં ઠેસ પહોંચે છે. સૈફ-કરીનાના લાડલા તૈમુરને કે પછી શાહરુખ ખાનના સુહાના અને અન્ય બાળકોને મળતી સુવિધા તો કમાલની જ છે. પરંતુ શું તમને ખબર છે કે તે કેટલા મોંઘા કપડાં પહેરે છે. આ સ્ટારકીડનાં કપડાંની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે.
શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાને જ બ્લુ ડેનિમ જેકેટ પહેર્યું છે તે લકઝરી બ્રાન્ડ બાલમિયનનું છે. આ સાધારણ દેખાતા જેકેટની કિંમત લગભગ 88,650 રૂપિયા છે.

આર્યન ખાને આ જે બ્લશ પિન્ક સ્વેટ શર્ટ પહેર્યું છે તેની કિંમત આશરે 10 હાજર રૂપિયા છે. આ વાતથી સાફ થાય છે કે,બોલીવુડ બાદશાહના સંતાનો પણ રાજકુમાર જેવી જિંદગી જીવે છે.

શ્રીદેવી અને બોનીકપૂરની લાડલી જાહ્નવી કપૂર પર તેની સ્ટાઇલ અને અંદાજને કારણે જાણીતી છે. આ જેકેટની કિંમત આશરે 50 હજાર રૂપિયા છે.

જાહ્નવી તેના આઉટફિટને લઈને જાણીતી છે. જાહ્નવીએ પહેરેલી આ વ્હાઇટ હૂડીની કિંમત 40 હજારથી વધુ છે, તો આ સાથે જ તેની સાથે રહેલા આ નાના બેગની કિંમત 56 હજાર રૂપિયા છે.

અમૃતા અને સૈફની લાડલી સારા અલીખાનનું આ યલો ટોપ ફેમસ ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાનું છે. આ ટોપની કિંમત 50 હજાર રૂપિયા છે. સારાએ આ ટોપ ફિલ્મ કેદારનાથના પ્રમોશન દરમિયાન પહેર્યું હતું.

શાહરુખની લાડલી સુહાના ખાને એક સેલિબ્રેશન માટે ખુબસુરત ઓરેન્જ ડ્રેસ પહેર્યો હતો. જેની ચર્ચા આજે પણ થઇ રહી છે. આ ડ્રેસની કિંમત 60 હજાર રૂપિયા છે.

હાલમાં જ સુહાના ખાને ન્યુ યર પાર્ટીમાં બ્લેક કલરનું વન શોલ્ડર બાલમીયન નીટ મીની ડ્રેસ પહેર્યો હતો. સુહાનાનો આ ડ્રેસ બેહદ ખુબસુરત હતો. આ ડ્રેસ પર ડ્રેગનની ડિઝાઇન હતી. તમનેર જાણીને હેરાની થશે કે સુહાનાના આ ડ્રેસની કિંમત 2,70,000 હતી.

તૈમુર અલી ખાનની માતા કરીના કપૂરનું કહેવું છે કે, તે તૈમુરને ગુચીનાં મોંઘા કપડાં નથી પહેરાવતી. છતાં પણ તૈમુરના સ્ટાઈલિશ કપડાં બિલકુલ સસ્તા નથી હોતા. થોડા સમય પહેલા તૈમુરે એક આફ્રિકન દશિકી પહેર્યું હતું, જેની કિંમત 1200થી 2000 હતી.

આટલું જ નહીં તૈમુર એક વાર બેહદ ક્યૂટ અંદાજમાં વ્હાઇટ ટી-શર્ટમાં નજરે આવ્યો હતો. રાલ્ફ લોરેનની પોલો બેયર કલેક્શનની આ ક્યૂટ ટી-શર્ટ 22.5 ડોલર એટલે કે, લગભગ 1575 રૂપિયાની હતી. જો તૈમુરના શર્ટ અને ચંપલની કિંમતને જોડાવામાંઆ વે તો તેના પુરા આઉટફિટની કિંમત લગભગ 10 હજાર રૂપિયા હતી.

તૈમૂરના ચંપલની વાત કરવામાં આવે તો તેને ગુચીનાં ચંપલ પહેર્યા છે જેની કિંમત 13,400 છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.