આ 10 નેપોટિઝ્મની ઓલાદો: આજ સુધી બાપની ઓળખાણનો સહારો નથી લીધો, જાત મહેનત કરીને આગળ આવ્યા
સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી લોકો કહી રહ્યા છે બોલીવુડના મોટા-મોટા ડાયરેકટર્સ અને પ્રોડ્યુસર્સ માત્ર સ્ટારકિડ્સ ને જ કામ કરવાનો મૌકો આપે છે, જો કે આ વાત અમુક અંશે સાચી નથી. કેમ કે બોલીવુડમાં એવા ઘણા સ્ટારકિડ્સ છે જેમનું ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ અભિનયને બદલે પોતાની જાતે અન્ય ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવીને આગળ વધ્યા. આવો તો જાણીએ આવા 10 સ્ટાર કિડ્સ વિશે.
1. રિદ્ધિમાં કપૂર:

ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર ફેશન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તે એક જવેલરી ડિઝાઈનર છે. જો કે રિદ્ધિમાં લાઇમલાઇટમાં ખુબ ભાગ્યે જ આવે છે છતાં તેની ચર્ચા તેના ભાઈ રણબીર કપૂરથી ઓછી નથી.
2. અંશુલા કપૂર:

બૉની કપૂર અને મોના કપૂરની દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર કેમેરાની સામે ભાગ્યે જ જોવા મળે છે. અંશુલા ગુગલ એમ્પ્લોઈ રહી ચુકી છે અને પછી તેણે ઋત્વિક રોશનની HRX બ્રાન્ડમાં ઓપરેશન્સ મેનેજર સ્વરૂપે કામ કર્યું હતું.
3. રિયા કપૂર:

સોનમ કપૂરની બહેન રિયા કપૂર જાણીતી ફેશન ડિઝાઈનર છે. રિયા સોનમ કપૂરની સ્ટાઇલિસ્ટ છે. રિયા ફિલ્મ પ્રોડ્યુસર પણ છે.
4. શાહીન ભટ્ટ:

ડાયરેક્ટર મહેશ ભટ્ટ અને સોની રાજદાનની દીકરી શાહીન ભટ્ટ સ્ક્રીન પાછળનું કામ સંભાળે છે. તેણે ફિલ્મોમાં અભિનય કરવાને બદલે બેક સ્ટેજ કંટ્રોલ કરવાનીં જવબદારી ઉઠાવી. તેણે ફિલ્મ ‘સન ઓફ સરદાર’માં કો-રાઇટરનું કામ પણ કર્યું છે. શાહીને લંડનમાં ફિલ્મ મેકીંગનો અભ્યાસ કર્યો છે.
5. અહાના દેઓલ:

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી અહાના દેઓલ જાણીતી હસ્તી છે. અભિનય ક્ષેત્રમાં ન હોવા છતાં અહાના દેઓલે ખુબ લોકપ્રિયતા મળે છે. અહાના પ્રોફેશન ઓડિસી ડાન્સર છે.
6. શબા અલી ખાન:

પટૌડી ખાનદાનમાં સૈફ અલી ખાન અને સોહા અલી ખાનને તો દરેક કોઈ ઓળખે જ છે પણ તેઓની એક બીજી બહેન શબા અલી ખાન પણ છે, જે કેમેરાથી દૂર રહેવાનું પસંદ કરે છે. શબા જાણીતી જવેલરી ડિઝાઈનર છે.
7. મસાબા ગુપ્તા:

વિવિયન રિચર્ડ્સ અને નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તા મોટાભાગે પોતાના મંતવ્યોને લીધે ચર્ચામાં રહે છે. જ્યારે કારકિર્દીની વાત કરીયે તો મસાબા એક જાણીતી ફેશન ડિઝાઈનર છે.
8. શ્વેતા નંદા:

અમિતાભ બચ્ચનની લાડલી દીકરી શ્વેતા નંદાએ ફિલ્મથી દુરી જ બનાવી રાખી છે જો કે તેણે લોરિયલ માટે મૉડેલિંગ કરી હતી અને નેક્સ્ટ જેન ટૉક શો ને હોસ્ટ પણ કર્યું છે. શ્વેતા પોતાની ક્લોથીંગ બ્રાન્ડ પણ ચલાવે છે.
9. રાહુલ ભટ્ટ:

આલિયા, પૂજા અને શાહીનના સિવાય મહેશ ભટ્ટનો દીકરો રાહુલ ભટ્ટ પણ છે. રાહુલ એક પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનર છે. ફિલ્મ દંગલમાં રાહુલે જ આમિર ખાનને ટ્રેનિંગ આપી હતી.
10. સુનૈના રોશન:

રાકેશ રોશનની દીકરી અને ઋત્વિક રોશનની બહેન સુનૈના ઘણીવાર ચર્ચામાં રહી ચુકી છે. જો કે તેની ચર્ચાનું કારણ ફિલ્મો નહિ પણ વિવાદો રહ્યા હતા. સુનૈનાએ પરિવારના પ્રોડક્શન હાઉસ ફિલ્મક્રાફ્ટને સફળતાપૂર્વક આગળ વધાર્યું છે.