બોલિવુડ હંમેશા નવી પ્રતિભાઓનું હાથ ફેલાવીને સ્વાગત કરે છે અને જો તે પ્રતિભા નાના પરદા પરની હોય તો બોલિવૂડ તેને ખાણમાં સોનું મળ્યું હોય તેમ માને છે. ઘણાને જાણીને નવાઇ લાગશે પરંતુ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાને તેની અભિનયની શરૂઆત ટેલિવિઝન સિરીયલોથી કરી હતી. આવો આ સિતારા વિશે જાણકારી મેળવીએ.

આદિત્ય રોય કપૂર :
ચોક્કસપણે તમે નહીં જાણતા હો કે આદિત્ય રોય કપૂરને પ્રથમ વખત ચેનલ વી માટે વિડિયો જોકી તરીકે જોવા મળ્યો હતો. દર્શકોએ તેમને વીજે તરીકે બિરદાવ્યો હતો અને તેનાથી તે બોલીવુડમાં આવ્યા હતા. તેણે 2009 માં ફિલ્મ લંડન ડ્રીમ્સથી ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદ એક્શન રિપ્લે, ગુઝારિશ, આશિકી 2, યે જવાની હે દિવાની, કલંક વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

વિદ્યા બાલન :
બહુ ઓછા લોકો જાણે છે કે વિદ્યા બાલને પોતાના કરિયરની શરૂઆત નાના પરદા પરથી કરી હતી. જી, હાં 90નાં દાયકાની પારિવારીક ધારાવાહિક હમપાંચથી પોતાના કરિયરની શરૃઆત કરી હતી. આ અગાઉ વિદ્યા જાહેરખબરમાં પણ જોવા મળી હતી. વિદ્યાએ નાના પરદા પર બહુ ઓછા સમય પુરતુ જ કામ કર્યું હતું. વિદ્યાને પોતાની એક્ટિંગના આધારે જ ફિલ્મો મળવા લાગી. વિદ્યાએ ફિલ્મ પરણિતા દ્વારા મોટા પરદા પર ડેબ્યુ કર્યુ. ત્યાર બાદ હે બેબી, લગે રહો મુન્ના ભાઇ, પા, નો વન કિલ્ડ જેસીકા, કહાની, ધ ડર્ટી પિક્ચર, તુમ્હારી સુલ્લુ, મિશન મંગલ વગેરે જેવી ફિલ્મો દ્વારા પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

ઇરફાન ખાન:
બોલિવૂડના અભિનેતા ઇરફાન ખાને તેની કારકિર્દીની શરૂઆત નાના પડદાથી કરી હતી અને તે ટેલિવિઝનના નોંધપાત્ર અભિનેતાઓમાંનો એક હતો. તે ચંદ્રકાંતા, ચાણક્ય, ભારત એક ખોજ, બનેગી અપની બાત, સારા જહાં હમારા જેવી ઘણી સિરિયલોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બોલિવુડમાં ઇરફાન ખાને મુંબઇ મેરી જાન, લાઇફ ઇન મેટ્રો, સાત ખૂન માફ, ધ કિલર, પિકુ, લંચ બોક્સ, હિન્દી મિડિયમ, મદારી, અંગ્રેજી મિડિયમ વગેરે જેવી ફિલ્મો દ્વારા પોતાનું સ્થાન બનાવ્યું છે.

અંકિતા લોખંડે:
અંકિતાએ પવિત્ર રિશ્તાનામની ધારાવાહિકથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેણે ફિલ્મ મણિકર્ણિકાથી સિનેમા જગતમાં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી છે.

સુશાંત સિંહ રાજપુત:
સુશાંત સિંહ રાજપુત પહેલેથી જ મોટા પરદા સાથે જોડાયેલો છે, તેમ કહેવુ ખોટુ નથી. જી હાં બહુ ઓછા લોકો જાણે છે કે સુશાંત શરુઆતમાં ફિલ્મોમાં બેગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતો હતો. ત્યાર બાદ તેણે પવિત્ર રિશ્તા નામની સિરિયલમાં કામ કર્યુ. પછી તો સુશાંતની ફિલ્મી કરિયર શરુ થઇ, ફિલ્મ કાપયો છે, શુદ્ધ દેસી રોમાન્સ, પીકે, એમ.એસ.ધોની, છિછોરે, કેદારનાથ વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

પ્રાચી દેસાઇ:
પ્રાચી સૌ પ્રથમ એકતા કપૂરની ધારાવાહિક કસમ સેમાં દેખાઇ હતી. ત્યાર બાદ તેણે ફિલ્મ રોક ઓન, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ, બોલ બચ્ચન, લાઇફ પાર્ટનર, અઝહર વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

શાહરુખ ખાન:
બોલિવુડના કિંગ તરીકે જાણીતા કિંગ ખાને પણ પોતાના કરિયરની શરુઆત નાના પરદાથી જ કરી હતી. કિંગ ખાને સરકસ, દિલ દરિયા, ફૌજી, સુપર હિટ મુકાબલા, દુસરા કેવલ વગેરે જેવી સિરિયલમાં કામ કર્યું હતું. ત્યાર શાહરુખે દિવાના, ડીડીએલજે, બાઝિગર, વીરઝારા, અશોકો, દિલ સે, પરદેસ, માય નેમ ઇઝ ખાન, રઇસ વગેરે જેવી ફિલ્મો કામ કરીને પોતાને બોલિવુડના કિંગ હોવાનું બિરુદ પ્રાપ્ત કર્યુ છે.

યામી ગૌતમ:
યામીએ પહેલી વખત નાના પરદા પરની સિરિયલમાં જ જોવા મળી હતી. ત્યાર બાદ તેણે સનમ રે, ઉરી, કાબિલ વગેરે જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની આગવી ઓળખ બનાવી છે.

આયુષ્યમાન ખુરાના:
આયુષ્યમાને એમ ટી પર આવતા શોમાં વિડિયો જોકી તરીકે પોતાના કરિયરની શરુઆત કરી. ત્યાર બાદ ઘણા બધા રિયાલિટી શો પણ હોસ્ટ કર્યા હતા. બોલિવૂડમાં પહેલો બ્રેક ખૂબ જ પ્રિય ફિલ્મ વિકી ડોનરમાં મળ્યો. તેણે નૌટંકી સાલા, બેવાકૂફિયાં, હવાઇઝાદા, દમ લગ કે હૈશા, બાલા, ડ્રિમ ગર્લ, અંધા ધુન, બધાઇ હો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

મૃનાલ ઠાકુર:
એકતા કપૂરની સિરિયલ કુમકુમ ભાગ્યમાં સહાયક અભિનેત્રી તરીકે જોવા મળતી મૃનાલે મોટા પરદા પર રિતિક રોશન સાથે ફિલ્મ સુપર 30માં ડેબ્યુ કર્યુ. આ ફિલ્મમાં તો મૃનાલના વખાણ થયા તે ઉપરાંત અનેક ફિલ્મોની ઓફર પણ મળી રહી છે.

રાજીવ ખંડેરવાલ:
ટેલિવિઝન અને બોલીવુડના સૌથી પ્રિય કલાકારોમાંથી એક રાજીવ ખંડેલવાલે તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કહીં તો હોગા, ટાઇમ બોમ્બ 9/11, લેફ્ટ રાઇટ લેફ્ટથી કરી હતી, ત્યારબાદ તેણે તેની ફિલ્મ આમિર સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

મૌની રોય:
મૌની નાગિન કે સતી તરીકે ઓળખ ઉભી કરી છે. પરંતુ આ અગાઉ મૌનીએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. મૌની ફિલ્મ ગોલ્ડ સાથે મોટા પરદા પર ડેબ્યુ કર્યુ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.