દૂરદર્શન પર ધૂમ મચાવવા વાળો શો ચંદ્રકાંતાના સ્ટાર રિયલ લાઈફમાં દેખાય છે આવા, જુઓ…

90ના દાયકામાં આવેલા ચંદ્રકાંતાના શોના કિરદારોએ કરાવ્યો હતો ખુબ જ આનંદ…હાલ દેખાય છે આવા

90ના દાયકામાં ચંદ્રકાંતા નામના શોએ ખુબ જ ધૂમ મચાવી હતી. દૂરદર્શન પર રવિવારે આવવા વાળો શોને જોવા માટે લોકો આતુર રહેતા હતા. દેવકી નંદન ખત્રી લેખિત નોવેલ પર આ શો આધારિત હતો.

4 માર્ચે શરુ થયેલ શોના બધા પાત્રો લોકોએ ખુબ જ પસંદ કર્યા હતા. તેમાં કુંવર વીરેદ્ર વિક્રમ સિંહ અને રાજકુમાર ચંદ્રકાંતાનો મુખ્ય અભિનય નિભાવા વાળા સિતારા શાહબાઝ ખાન અને શિખા સ્વરૂપ રિયલ લાઈફમાં પણ એ જ નામથી ઓળખાય છે.

જુઓ 90ના દાયકામાં આવેલા આ શોના કિરદાર રિયલ લાઈફમાં કેવા દેખાય છે.

1. રાજકુમારી ચંદ્રકાંતા (શિખા સ્વરૂપ) : શરૂઆત એ શહેજાદીથી કરીએ જેની પર આખી કહાની બનેલી છે. ચંદ્રકાંતા વિજયગઢની રાજકુમારી છે.

પરી જેવી સુંદર નૌગઢના રાજકુમાર વીરેદ્ર સિંહને પ્રેમ કરતી હોય છે. પરંતુ એક સમસ્યા હતી. નૌગઢ અને વિજયગઢ વચ્ચે દુશમની હતી. તેના પિતા મહારાજા જયસિંહ આ સંબંધને ક્યારેય સ્વીકારશે નહિ. બંને વચ્ચે દુશ્મનીની ખબર હોવા છતાં પણ ચંદ્રકાંતા પોતાને વીરેદ્રને પ્રેમ કરવાથી રોકી ના શકી.

2.રાજકુમાર વીરેદ્ર સિંહ (શાહબાઝ ખાન) : ચંદ્રકાંતાના પ્રેમમાં રાજકુમારને એટલો પાગલ કરી દીધો હતો કે રાજકુમાર જીવન જોખમે તેના રાજ્યમાં પહોંચી જાય છે. પરંતુ ચંદ્રકાંતાના પિતા નૌગઢના લોકોને નફરત કરતા હતા. તેમની નજરે તેમનો ભાઈને નૌગઢના મહારાજ સુરેંદ્ર સિંહે માર્યો છે. દુશ્મનીને તોડવા અને તેના દિલની દુનિયા આબાદ કરવા રાજકુમાર વિજયગઢ આવી જાય છે.

3. ક્રૂર સિંહ (અખિલેદ્ર મિશ્રા) : આ એ માણસ છે જેણે બંને રાજ્યો વચ્ચે સંબંધ તોડાવ્યા હતા. ક્રૂર સિંહ વિજયગઢ રાજ્યના મહામંત્રી છે અને ચંદ્રકાંતા સાથે લગ્ન કરવા માટે આતુર હતા. જોડે તેનું એક સપનું પણ હતું કે તે વિજયગઢનો મહારાજા બને. તેના માટે મહારાજના ભાઈની હત્યા તેને કરી અને નામ નૌગઢ વાળાનું આપી દીધું.

4. મહારાજ શિવદત્ત (પંકજ ધીર) : કહાની માત્ર વિજયગઢ અને નૌગઢની નથી. તેમની સીમાઓ બાજુ એક બીજું રાજ્ય પણ છે ચુનારગઢ. ત્યાંના મહારાજ શિવદત્ત પણ ચંદ્રકાંતાને પ્રેમ કરે છે. તમે વિષકન્યાઓ વિશે સાંભળ્યું હશે, મહારાજ શિવદત્ત વિષ-પુરુષ છે.

5. પંડિત જગન્નાથ (રાજેંદ્ર ગુપ્તા) : પંડિત જગન્નાથ મહાવિદ્વાન વ્યક્તિ છે.જે જ્યોતિષની વિદ્યામાં પારંગત છે. પાસા ફેંકીને ભૂત-ભવિષ્ય બધા વિશેની જાણકારી મેળવી શકે છે. GPS ટ્રેકિંગ લોન્ચ થયા પહેલા બ્રહ્માંડમાં આ જ હતું, જે સાચું બતાવી શકતું હતું.

Patel Meet