સુરતના ધોરણ 8ના વિદ્યાર્થીના બેગમાંથી મળી એવી એવી વસ્તુઓ કે પોલિસ પણ ચોંકી ઉઠી

વાલીઓ આ જરૂર જોજો ! સુરતમાં ધોરણ-8ના વિદ્યાર્થી બેગમાંથી જે મળ્યુ એ જોઈ પોલીસ પણ ફફડી ઉઠી

છેલ્લા ઘણા સમયથી સુરતમાંથી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવી રહી છે. હાલ સુરતનો ગ્રિષ્મા કેસ ઘણો જ ચર્ચામાં છે ત્યાં વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે ચકચાર જગાવી મૂકી છે. ગ્રીષ્મા કેસ બાદથી સુરત શહેર પોલિસ દ્વારા શાળા અને આસપાસ ફરતા અસમાજિક તત્વો પર વોચ ગોઠવવામા આવી છે. પોલિસ સતત પેટ્રોલિંગમાં છે અને એક્શન મોડમાં પણ છે. ત્યારે આ દરમિયાન એવી ઘટના પ્રકાશમાં આવી કે ધોરણ 8ના વિદ્યાર્થીના બેગમાંથી પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા. આ હથિયારોમાં દેશી તમંચો, રેમ્બોછરાનો સમાવેશ થાય છે. પોલિસ હાલ એ તપાસ કરી રહી છે કે તેને હથિયાર કોણે આપ્યા અને આ કોને આપવાના હતા.

પોલિસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે ધોરણ 8નો એક યુવક તેની શાળાની બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો લઇને ફરી રહ્યો છે, ત્યારે પોલિસે શંકાસ્પદ વિદ્યાર્થી અને તેની સાથે ફરતા એક યુવકને ઝડપ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલિસ એ તપાસ કરી રહી છે કે આ વિદ્યાર્થી હથિયાર આખરે લાવ્યો કયાંથી ? ખટોદરા પોલિસના જણાવ્યા અનુસાર, તેમની ટીમના સર્વલન્સ સ્ટાફના પીએસઆઈ આરએસપટેલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અંદુજી, ચેતન ભાઈ રમણલાલને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી એ હતી કે અલથાણ સોહમ સર્કલ પાસે બે યુવકો ઘાતકી હત્યારો સાથે રાખીને ફરી રહ્યા છે. PSIએ ટીમ સાથે મળીને સોહમ સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને ત્યારે બાળ કિશોર સહિત એક યુવકને ઝડપી પાડ્યો હતો. શાળાની બેગમાંથી પુસ્તકનો બદલે ઘાતકી હથિયાર મળી આવ્યા હતા, જેમાં દેશી તમંચો અને છરા સામેલ હતા. જણાવી દઇએ કે, એક આરોપીની ઉંમર 16 વર્ષ છે અને તે ધોરણ-8માં અભ્યાસ કરે છે.

આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે આ હથિયારો વોન્ટેડ આરોપી રાજ કિરપાલશિંગ (ઉધના) પાસેથી લાવ્યા હતા. હાલ તો આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર બનાવ અંગે ખટોદરા પોલીસે આરોપી જાવેદ જમીર શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.આ મામલો સામે આવ્યા બાદ વાલીઓને પોતાના બાળકો ઉપર ધ્યાન રાખવું જોઈએ કે, તેઓ કોની સાથે કયાં જાય છે, કયાં ફરે અને શું કરે છે.

Shah Jina