સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે સંબંધ બાંધી યુવકે બનાવી ગર્ભવતી, પછી થયો મોટો ધડાકો

સુરતના કાપોદ્રામાં ધોરણ-10 ની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવીને ફેરવી અને સુખ માણ્યું, પછી થયો મોટો ધડાકો

ગુજરાતમાં અવાર નવાર યુવતિઓ અને મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર નાની યુવતિઓને યુવકો પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેમની સાથે દુષ્કર્મ આચરતા હોય છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓમાં છેલ્લા ઘણા સમયથી સુરત અગ્રેસર છે. સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના કાપોદ્રામાં ધોરણ 10ની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી એક યુવકે તેની સાથે સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન કિશોરીને ગર્ભ રહી ગયો અને મામલો સામે આવ્યો. કાપોદ્રા પોલિસે કિશોરીના ફરિયાદને આધારે આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને તેની ધરપકડ પણ કરી છે.

Image source

ધોરણ 10ની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી સગીરાને મળવા બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. લગ્નની લાલચ આપી યુવક મોલમાં ફરવા લઇ જતો અને બાદમાં દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો હતો, જે બાદ મામલો સામે આવ્યો હતો. આ ખુલાસો તબીબી તપાસમાં થતા પરિવારના પગ નીચેથી તો જમીન સરકી ગઇ હતી. યુવક અને સગીર વિદ્યાર્થીની એકબીજા સાથે પ્રેમસંબંધમાં હતા અને વારંવાર એકબીજાને મળતા પણ હતા. આ દરમિયાન યુવકે વિદ્યાર્થીની સાથે સબંધ બાંધ્યો હતો અને સગીરાને ગર્ભ રહી ગયો હતો.

વિદ્યાર્થીનીએ આ મામલે યુવકને વારંવાર ફોન કર્યો હતો. જોકે યુવકે કોઈ જવાબ આપતો ન હતો અને તે બાદ તેણે આ સમગ્ર મામલે તેની માતાને વાત જણાવી હતી અને તબીબી તપાસમાં ખુલાસો થતા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. કાપોદ્રા ખોડીયાર નગર રોડ રાધા ક્રિષ્ના સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રાવત સામે સગીર વયની કિશોરીએ દુષ્કર્મની ફરિયાદ આપી છે.બીજી તરફ આ કારણને લઈને વિદ્યાર્થીની ધો. 10 ની પરીક્ષા આપી શકી નહીં.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, પીડિતાએ તેની ફરિયાદમાં જણાવતા કહ્યું કે, આજથી બે એક મહિના પહેલા તે ઘર કામથી બહાર જતી ત્યારે ઘરની નીચેના ભાગે જયદીપ અને ચેતન મળવા આવતા. આ દરમિયાન ચેતને તેનો મોબાઈલ નંબર સગીરાને આપ્યો હતો અને એકવાર તે તેમની સાથે સુરત ડુમસ ખાતે આવેલા મોલમાં ફરવા ગઇ હતી, જે બાદ તેની સાથે સગીરાના એકદમ નજીકના પ્રેમ સંબંધ બંધાઈ ગયા હતા. ત્યારબાદ તારીખ 6-2-2022ના રોજ સવારના 9  વાગ્યાની આસપાસ તેના ઘરે મળવા ગઈ ત્યારે ચેતન ઘરે એકલો હતો.

તેણે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવાનો છું. ત્યારે મેં તેને કહ્યું કે, હું નાની છું હાલ લગ્ન નહીં થાય. જે બાદ તેણે જબરદસ્તી સંબંધ બાંધ્યા હતા. આમ ચેતન લગ્ન કરવાની લાલચ આપી સગીરાને મોલમાં ફરવા માટે લઈ જતો અને ત્યારબાદ તેની સાથે ગંદુ કામ કરી કિશોરીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે સગીરાએ ચેતન સામે ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે ચેતન અગ્રવત ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina