વરમાળા દરમિયાન જ તૂટ્યો સ્ટેજ તો હીરો સ્ટાઇલમાં વરરાજાએ કન્યાને બચાવી, મહેમાનોએ પણ તાળીઓ વગાડી, જુઓ વીડિયો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ લગ્નના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણા પણ હોશ ઉડી જાય તો ઘણા વીડિયો પેટ પકડીને હસાવે તેવા પણ હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક જબરદસ્ત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરમાળા દરમિયાન ભવ્ય નજારા વચ્ચે એક મોટો અકસ્માત થાય છે અને વરમાળાનો સ્ટેજ તૂટી જાય છે. આ પછી કન્યા નીચે પડવા લાગે છે. ત્યારે જ વર કંઈક એવું કરે છે, જેને જોઈને તમે વરરાજાના વખાણ કરશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરમાળા પ્રસંગ દરમિયાન વર-કન્યા એકબીજામાં ખોવાઈ ગયા છે. આ દરમિયાન જ સ્ટેજ તૂટી જાય છે. પછી વર એક હીરોની જેમ તેની કન્યાને તેના ખોળામાં ઉઠાવે છે અને તેને પડતાં બચાવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા તેની દુલ્હનની રાહ જોઈ રહ્યો છે. આ પછી દુલ્હન સ્ટેજ પર આવતી જોવા મળે છે. દુલ્હનની એન્ટ્રી ખૂબ જ શાનદાર રીતે કરવામાં આવે છે. લાલ કલરના જોડામાં દુલ્હન ખૂબ જ સુંદર લાગી રહી છે.

જેના બાદ દુલ્હન વરમાળાના સ્ટેજ પર પહોંચે છે અને થોડી મસ્તી પછી, વર અને કન્યા એકબીજાને વરમાળા પહેરાવે છે. આ પ્રસંગે મહેમાનો પણ જોરથી તાળીઓ વગાડે છે. વરમાળા પછી હવે વર-કન્યાનો સ્ટેજ પરથી ઉતરવાનો વારો છે. તમે જોઈ શકો છો કે વરરાજા બે પગથિયાં ઉતરી ચૂક્યા છે. જેથી તે તેની કન્યાનો હાથ પકડીને તેને નીચે ઉતારી શકે.

આ દરમિયાન જ સ્ટેજ તૂટી જાય છે અને કન્યા પડવા જાય છે. ત્યારબાદ વરરાજા તરત જ તેને પોતાના ખોળામાં ઊંચકીને ત્યાં હાજર લોકોની નજરમાં છવાઈ જાય છે. વરરાજા જે રીતે પોતાની દુલ્હનને સ્ટેજ પરથી પડતી બચાવે છે, તે દ્રશ્યે સૌના દિલ જીતી લીધા હતા. આ પછી મહેમાનો જોરથી તાળીઓ પાડવા લાગે છે. હૃદય સ્પર્શી વીડિયો અમેઝિંગ ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ પરથી અપલોડ કરવામાં આવ્યો છે.

Niraj Patel