કાળા ચશ્માં પહેરીને કન્યા આવી સ્ટેજ પર ડાન્સ કરવા, પહેલું સ્ટેપ કરે એ પહેલા જ લાગી ગઈ આગ અને પછી સંબંધીઓ દોડીને પહોંચ્યા આગ બુઝાવવા.. જુઓ વીડિયો

કન્યા ડાન્સ શરૂ કરે એ પહેલા જ સ્ટેજ પર લાગી આગ, કન્યા જોતી રહી ગઈ અને મહેમાનોમાં મચી અફરા તફરી, જુઓ

ઈન્ટરેન્ટ પર લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોમાં કેટલીક એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણીવાર ચાલુ લગ્નમાં જ કોઈ એવી અનિચ્છનીય ઘટના બનતી હોય છે જેના કારણે પ્રસંગનો આખો માહોલ ડામાડોળ થઇ જતો હોય છે.

ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હન સ્ટેજ પર ડાન્સ કરવાની છે. દુલ્હન કાળા ચશ્મા પહેરે છે અને સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ શરૂ કરતાની સાથે જ તેની સાથે અકસ્માત થાય છે. સામે હાજર કેટલાક લોકોએ જોયું કે સ્ટેજ પર આગ લાગી હતી અને તરત જ એક સંબંધીએ તેને બુઝાવવા માટે સ્ટેજ પર કૂદકો મારે છે. જો કે, આ દરમિયાન કંઈક એવું બન્યું, જેના પર કોઈને સમજાયું નહીં કે તેણે આવું કેમ કર્યું. આગના કારણે સ્ટેજ પરનું વાતાવરણ બગડી ગયું હતું.

વિડિયોમાં દુલ્હનનો ડાન્સ શરૂ થતાં જ આગ ફાટી નીકળે છે, જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ. એક છોકરાએ ઝડપથી આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો, જે કદાચ તેનો સંબંધી હતો. તે છોકરો તરત જ કૂદી પડ્યો, પરંતુ તે આગ ઓલવ્યા વિના નીચે પડી ગયો અને તેને થોડી ઈજાઓ પણ થઈ. અંતે કેટલાક લોકોએ મળીને તે આગ બુઝાવી દીધી. જોકે, સ્ટેજ પરની ડિઝાઈનમાં આગ લાગવાને કારણે લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. સ્થળ પર સતર્કતા દાખવતા મોટી દુર્ઘટના ટળી હતી.

 

View this post on Instagram

 

A post shared by veshu (@veshu4600)

આ દરમિયાન દુલ્હન સ્ટેજ પર ઉભી રહીને આ બધું જોતી રહી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તેને Instagram યુઝર “veshu4600” દ્વારા અપલોડ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. વિડીયો જોયા બાદ ઘણા લોકોએ પોતાના ફીડબેક આપ્યા છે. એક યુઝરે લખ્યું, “સારી વાત છે, સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો, નહીંતર તે મોટી ઘટનામાં ફેરવાઈ શકત.”

Niraj Patel