મનોરંજન

ઇન્ટરનેટ પર છવાઈ બૅબી બમ્પમાં અનુષ્કા શર્મા, અબુ ધાબી સ્ટેડિયમની અંદરની તસ્વીરો આવી બહાર

અબુ ધાબી સ્ટેડિયમમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ, જુઓ બ્યુટીફૂલ તસ્વીરો

અભિનેત્રી અનુષ્કા શર્મા સોમવારના રોજ પતિ વિરાટ કોહલી અને તેની ટીમને સપોર્ટ કરવા માટે અબુધાબી સ્ટેડિયમ પહોંચી હતી. અનુષ્કાની આ સમયની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

Image Source

ગર્ભવતી અનુષ્કાએ આ સમયે સફેદ ડ્રેસ પહેરી રાખ્યો હતો જેમાં તે હંમેશાની જેમ ખુબ જ સુંદર લાગી રહી હતી. આ સમયે અનુષ્કાનો બૅબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તેના ચેહરા પર પ્રેગ્નેન્સીનો શાનદાર ગ્લો પણ ઉભરાઈ રહ્યો હતો.

Image Source

કેમેરામાં અનુષ્કાની અનેક અદાઓ ક્લિક કરવામાં આવી છે. આ દરેક તસ્વીરોમાં અનુષ્કાની સાદગી દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. જો કે તેના પહેલા પણ અનુષ્કા વિરાટ અને તેની ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોંચી હતી.

Image Source

આ સમયે વિરાટે ઈશારામાં અનુષ્કાને પૂછી લીધું હતું કે,’જમ્યું’. વિરાટના પત્ની પ્રત્યેના આવા ભાવ પર દર્શકોએ તેની ખુબ પ્રંશસા કરી હતી.

Image Source

અમુક સમય પહેલા વિરાટે પત્ની સાથેની તસ્વીર શેર કરતી હતી, જેમાં ઢળતી સાંજની સાથે બંન્ને સ્વિમિંગ પુલમાં રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહ્યા હતા. બંન્નેએ માતા-પિતા બનવા જવાની ખુશી સોશિયલ મીડિયા દ્વારા દર્શકો સામે તસ્વીર શેર કરીને વ્યક્ત કરી હતી. જાન્યુઆરી મહિનામાં અનુષ્કા બાળકને જન્મ આપી શકે તેમ છે.

Image Source

કારકિર્દીની વાત કરીએ તો અનુષ્કા છેલ્લી વાર ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાન અને કૈટરીના કૈફ પણ મુખ્ય કિરદારમાં હતા. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી અને ફ્લોપ સાબિત થઇ હતી. જેના પછી અનુષ્કા એક પણ ફિલ્મમાં જોવા મળી ન હતી. જો કે બાળકના જન્મ પછી તે અમુક પ્રોજેક્ટ સાઈન કરી શકે તેમ છે.