સુરતમાં કોમ્પ્યુટર ઇજનેર યુવતી પર બસ ડ્રાઇવરે આચર્યુ દુષ્કર્મ, ગર્ભ રહી જતા ઠંડાં પીણામાં આપી દવા…હવે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. કેટલીકવાર તો યુવતિઓને અજાણ્યા સાથે મિત્રતા કરવી ભારે પડે છે કારણ કે તેઓ આમાંને આમાં એટલી હદે આગળ વધી જાય છે કે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. ત્યારે હાલમાં સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી. સુરત પોલિટેક્નિકમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પાસ યુવતીને બસના એક ડ્રાઇવર સાથે મિત્રતા કરવી ભારે પડી.
લગ્નની લાલચ આપી બસ ડ્રાઇવરે યુવતિ સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા અને ગર્ભ રહી જતાં યુવતીએ લગ્નનું કહ્યું તો ST બસના ડ્રાઇવરે ના પાડી દીધી. ત્યારબાદ આખરે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને યુવતિએ ફરિયાદ નોંધાવી. અઠવા પોલીસે એસટી બસના ડ્રાઇવર સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદમાં યુવતિએ જણાવ્યું હતું કે તે તેના વતન આહવા જઇ રહી હતી એ સમયે મૂળ વાંસદાના અને એસટી ડ્રાઇવર તરીકે કામ કરતા 35 વર્ષીય મહેન્દ્ર જીવલુ ભોયા સાથે તેનો પરિચય થયો હતો અને આ દરમિયાન થોડા દિવસ બાદ બસમાં પરિચય થયા પછી મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. મહેન્દ્ર યુવતિને રવિ એપાર્ટમેન્ટ, કૈલાસનગર, આઇટીસી બિલ્ડિંગની પાસે મજૂરા ગેટ, અઠવા લાઇન્સ ખાતે મળવા આવતો. એ સમયે તેણે યુવતિ સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
જો કે, લગ્નની લાલચ આપી ગુપ્ત રીતે વારંવાર વાંસદા પાસેના ગેસ્ટહાઉસમાં મળીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ ર્ગભ રહી જતા યુવતિએ આ મામલે મહેન્દ્રને જાણ કરી અને મહેન્દ્રએ તેને ઠંડા પીણામાં દવા આપીને તેનો ગર્ભ પડાવી દીધો. આ પછી યુવતીને જાણ થઇ કે મહેન્દ્રનો તો અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ છે. જો કે અંગે જાણ કરતાં મહેન્દ્રએ તેને અનેકવાર ફટકારી અને જે થાય એ કરી લેવા માટે જણાવાયું. આમ છત્તાં પણ યુવતીને સમજાવી તેનો વારંવાર ઉપભોગ કરવાનું ચાલું રાખ્યું .
યુવતીના પિતા સફાઇ કામદાર છે. યુવતીએ માતા-પિતાને આ વાતની જાણ કરતાં મહેન્દ્રને સમજાવવા માટે તેના ગામના સરપંચને કહ્યું. સરપંચે તેને સમજાવતાં મહેન્દ્રએ યોગ્ય જવાબ ન આપ્યો અને યુવતીને લગ્નનું વચન આપ્યું હોવાની કબૂલાત કર્યા બાદ તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. આખરે આ મામલે યુનતિએ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે ફરિયાદ બાદ મહેન્દ્રને પકડીને જેલ ભેગો કર્યો.