ખબર મનોરંજન

જેના ઘરમાંથી કરોડો રૂપિયા મળ્યા એ અર્પિતાના ઘરમાંથી EDને મળ્યા બે સેક્સ ટોય, હવે આનો ઉપયોગ કોણ કરી રહ્યું હતું તેની તપાસમાં લાગી એજન્સી

પશ્ચિમ બંગાળ એજ્યુકેશન સ્કેમ (WBSSC)ના મામલામાં ED સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ ક્રમમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર મમતા બેનર્જીની પાર્ટીના નેતા પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જીના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, રોકડ અને ઘરેણાંની સાથે EDને અર્પિતાના ફ્લેટમાંથી બે સેક્સ ટોય પણ મળ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું છે કે બુધવારે અર્પિતા મુખર્જીના બેલઘરિયા ફ્લેટની સર્ચ દરમિયાન અધિકારીઓને બે સેક્સ ટોય મળ્યા હતા. તે ફ્લેટ અર્પિતાનો હતો તો શું તે સેક્સ ટોયનો ઉપયોગ કરતી હતી? કે પછી તે ફ્લેટનો ઉપયોગ અન્ય કોઈ કરતું હતું? તે હજુ સ્પષ્ટ નથી.

આ સેક્સ ટોય ક્યાંથી લાવવામાં આવ્યા હતા ? કોણે ખરીદ્યા હતા ? કિંમત કેટલી છે ? તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ માત્ર સેક્સ ટોય જ નહીં, એક સોના અને હીરાની વીંટી પણ મળી આવી છે જેના પર અંગ્રેજી અક્ષર ‘P’ લખેલું હતું. EDએ કહ્યું છે કે હાલમાં આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે 27 જુલાઈ 2022) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અર્પિતા મુખર્જીના બીજા ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. અહીંથી EDને લગભગ 28.90 કરોડ રૂપિયા રોકડા અને 5 કિલો સોનું મળ્યું. દરોડો ગુરુવારે 28 જુલાઈ 2022 સવારે 4 વાગ્યા સુધી ચાલ્યા હતા. આ રકમ અર્પિતા મુખર્જીના ફ્લેટના ટોયલેટમાં છુપાવીને રાખવામાં આવી હતી. આ રકમની ગણતરી કરવા માટે EDના અધિકારીઓને 3 નોટ કાઉન્ટીંગ મશીન લેવા પડ્યા હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો હતો કે બેલઘરિયામાં અર્પિતા મુખર્જીના ઘરેથી લગભગ 29 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. 10 ટ્રન્કમાં ભરીને એજન્સી તેને સાથે લઈ ગઈ હતી. અર્પિતા મુખર્જીના ઘરેથી અત્યાર સુધીમાં કુલ 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. આ પહેલા 23 જુલાઈના રોજ EDએ અર્પિતાના અન્ય એક ઘરમાંથી 21 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી હતી. અર્પિતા મુખર્જી કહે છે કે પાર્થ ચેટર્જી તેના ઘરનો ઉપયોગ ‘મિની બેંક’ તરીકે કરતો હતો.