વડોદરામાં વધુ એક લવ જેહાદ, “તારા જેવી તો 6 હિન્દુ છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા છે !” SRPમાં ફરજ બજાવતા બીજા ધર્મના યુવકે પરણીતાને ફસાવી

વડોદરાના એજાઝ શેખે અનિલ બનીને હિન્દૂ છોકરી સાથે સુખ માણ્યું અને પછી…

દેશભરમાંથી લવ જેહાદના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં લવ જેહાદનો કાયદો અમલી બનવાની સાથે ઘણા કેસ નોંધાઈ પણ ગયા છે, ત્યારે હાલ વડોદરા શહેરમાંથી પણ વધુ એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે જેમાં વડોદરામાં રહેતી પરણિત મહિલાને સુરતમાં રહીને જામનગરમાં એસઆરપી જવાન તરીકે ફરજ બજાવી રહેલા એજાઝ શેખે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે મળી રહેલ વધુ માહિતી પ્રમાણે એજાઝે સોશિયલ મીડિયામાં અનિલ પરમાર તરીકેનું એકાઉન્ટ બનાવીને મહિલાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. મહિલા સાથે મિત્રતા બાંધી અને પછી વડોદરાના સયાજીગંજમાં આવેલી હોટલ તથા સુરતમાં તેના ઘેર લઇ જઇ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે મારઝૂડ કરી વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી.

વડોદરાની આ પરણિત મહિલાએ આરોપ લગાવ્યો છે જે એજાઝના આ કામની અંદર તેની બહેન અને તેની માતા પણ તેનો સાથ આપી રહ્યા હતા. ત્યારે પોલીસે હવે આ બાબતે એજાઝ, તેની માતા તથા બહેન સામે દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધ્યો છે.

એજાઝે આ મહિલાને લગ્ન કરવાના ખોટા વાયદાઓ કર્યા હતા. મહોળે એજાઝને પહેલાથી જ જણાવી દીધું હતું કે તે પરણિત છે અને બાળકોની માતા છે. ત્યારે એજાઝે તેને વિશ્વાસમાં લેવા માટે જણાવ્યું હતું કે તે તેના છૂટાછેડા કરાવી દેશે અને તેના બાળકોને પણ અપાવી લેશે જેના કારણે મહિલાને વિશ્વાસમાં લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

મહિલા જયારે એજાઝના ઘરે સુરત ગઈ ત્યારે તેને પરિવાર સામે જ પરણીતાને કહ્યું હતું કે તારે બુરખો પહેરવો પડશે, નામ બદલવું પડશે, અને એજાઝે મહિલાને માર પણ માર્યો હતો, જેના બાદ મહિલાના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા એમ પણ જણાવ્યું હતું કે તારા જેવી તો 6 હિન્દૂ છોકરીઓને ફસાવીને સંબંધો બાંધ્યા છે અને લગ્ન કરવામાં માટે પણ તૈયાર છે.

આ ઉપરાંત એજાઝે મહિલા પાસેથી 20 હજારના 2 ફોન પણ ગિફ્ટ તરીકે મેળવ્યા હતા અને આર્થિક મદદ પણ મેળવી હતી. હાલ હવે મહિલાની ફરિયાદના આધારે પોલીસ આરોપીની તપાસ કરી રહી છે.

 

Niraj Patel