“પઠાણ” ફિલ્મને વિવાદમાં લઈને આવેલો શાહરુખ ખાન પહોંચ્યો કોલકત્તા ફિલ્મ ફેસ્ટિવલમાં, બોલીવુડના મહાનાયક અમિતાભને પગે લાગીને લીધા આશીર્વાદ, જુઓ વીડિયો

મંચ પર અમિતાભ અને જ્યાં બચ્ચનને પગે લાગતો જોવા મળ્યો શાહરુખ ખાન, વીડિયો જોઈને લોકો બોલ્યા..”ફિલ્મ આવે છે એટલે નાટકો ચાલુ…” જુઓ

શાહરુખ ખાનની આવનારી ફિલ્મ “પઠાણ”ને લઈને આખા દેશમાં બૉયકૉટ ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે, કારણે કે આ ફીલ્મનું એક ગીત સામે આવ્યું છે જેમાં ફિલ્મની અભિનેત્રી દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકી પહેરીને બોલ્ડ ડાન્સ કરી રહી છે, હવે તેને લઈને લોકોમાં ભારોભાર ગુસ્સો જોવા મળ્યો છે. ઘણા નેતાઓ અને સંતોએ પણ આ સીનને લઈને વિરોધ દર્શાવી ફિલ્મને બૅન અને બૉયકૉટ કરવાની માંગ પણ કરી છે.

ત્યારે હવે આ બધા વચ્ચે જ શાહરુખ ખાન કોલકત્તામાં યોજાઈ રહેલા 28માં ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની સાથે રાની મુખર્જી પણ જોવા મળી હતી. આ ઉપરાંત સ્ટેજ પર બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમાં ધર્મપત્ની જયા બચ્ચન અને અભિનેતા શત્રુજ્ઞ સિંહા પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચહને નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં દીપ પ્રજ્વલિત કરીને 28માં કોલકાત્તા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્દઘાટન કર્યું હતું.

ત્યારે આ દરમિયાન ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. એક વીડિયોમાં શાહરુખ ખાન અમિતાભના ચરણ સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાહરૂખ ખાન સ્ટેજ પર પહોંચતાની સાથે જ તેણે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના ચરણ સ્પર્શ કર્યા હતા. જેના બાદ અમિતાબ અને શાહરૂખ એકબીજાને ગળે મળતા પણ જોવા મળ્યા હતા.

જેના બાદ રાની મુખર્જી પણ સ્ટેજ પર આવી ત્યારે તેણે જયા બચ્ચનના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત અભિનેત્રી રાની મુખર્જીએ SRKના હાથ પર કિસ કરી હતી અને તેની સાથે મજાક કરતી પણ જોવા મળી હતી. રાનીએ પોતાના ભાષણમાં શાહરૂખને ‘પઠાણ’ કહીને પણ સંબોધ્યો હતો.  ત્યારે હવે આ વીડિયો વાયરલ થતા જ લોકો પણ ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે આ બધા નાટકો છે.

Niraj Patel