5 દિવસમાં જ 500 કરોડને પાર પહોંચી “પઠાણ”, શાહરૂખે કહ્યું “છેલ્લા 4 દિવસનો પ્રેમ જોઈને હું મુશ્કેલ 4 વર્ષ પણ ભૂલી ગયો…” જુઓ બીજું શું કહ્યું

બોયકટ વાળાની બોલતી બંધ થઇ, 5 દિવસમાં જ 500 કરોડ, શાહરુખ ખાને મોટો ખુલાસો કરતા કહ્યું કે છેલ્લા 4 દિવસનો પ્રેમ જોઈને હું…..

બોલીવુડમાં કિંગ ખાન તરીકે નામના મેળવી ચૂકેલા શાહરુખ ખાને ચાર વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરી છે. હાલમાં જ તેની આવેલી ફિલ્મ “પઠાણ” થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ આવતા પહેલા તેનો ઘણો વિરોધ થયો હતો અને દેશભરમાં તેને બોયકોટ કરવાની માંગ પણ ચાલી હતી. પરંતુ ફિલ્મ રિલીઝ થયા પહેલા જ તેના એડવાન્સ બુકીંગ પરથી અંદાજ આવી ગયો હતો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવશે.

ત્યારે આ ફિલ્મે 5 દિવસની અંદર જ કમાણીમાં 500 કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે.  જેના કારણે ફિલ્મ નિર્માતાઓ પણ ખુબ જ ખુશ છે અને શાહરુખ ખાનની ખુશી પણ સાતમા આસમાને છે. આ દરમિયાન શાહરુખ ખાને મીડિયા સાથે પણ વાત કરી હતી અને ઘણી બધી વાતો પણ તેણે જણાવી હતી. તેણે કહ્યું કે “આ ફિલ્મ સાથે દરેક કોઈ જોડાયેલું રહ્યું. એ વિચારીને કે શાહરુખ માટે આ ફિલ્મ ચાલે. આટલા પ્રેમ માટે આભાર.”

શાહરૂખે એમ પણ કહ્યું કે “કોવિડમાં બાળકો સાથે સમય વિતાવ્યો, રસોઈ બનાવતા શીખ્યો. છેલ્લી ફિલ્મ ચાલી ન હતી, લોકોને લાગ્યું કે મારી ફિલ્મ નહીં ચાલે, તેથી વિચાર્યું કે હું ‘રેડ ચિલીઝ ફૂડ ઈટરી’ ખોલીશ. જોન સાથે કામ કરવા માટે શરીર બનાવવું જરૂરી હતું. છેલ્લા ચાર દિવસમાં મળેલો પ્રેમ જોઈને હું ચાર વર્ષનો કઠિન સમય ભૂલી ગયો.” ફિલ્મનો સૌથી રસપ્રદ ભાગ જોનના જિમનું પાત્ર હતું.”

શાહરૂખે એમ પણ કહ્યું કે “મોટરસાઇકલ ચેસિંગ ફાઇટના સીનમાં જોન મારા માટે સ્લો કરતો હતો જેના કારણે હું સારી રીતે કરી શકું. એક સમય એવો હતો જ્યારે અમારે લોકોને ફોન કરીને અમારી ફિલ્મને શાંતિપૂર્ણ રીતે રિલીઝ થવા દેવાનું કહેવું પડતું હતું. ફિલ્મ (પઠાણ)બે સમર્થન કરવા માટે અમે બધા જ દર્શકો અને મીડિયાનો આભાર માનીએ છીએ. આ તથ્ય છતાં પણ આવી વસ્તુઓ થઇ શકે છે જે ફિલ્મના સુખદ રિલીઝને રોકી શકતી હતી.ફિલ્મ જોવી અને ફિલ્મ બનાવવી એ એક પ્રેમાળ અનુભવ છે અને હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે આ ફિલ્મને રિલીઝ કરવામાં અમારી મદદ કરી.”

Niraj Patel