મનોરંજન

શાહરૂખ મોટો વિલન નીકળો, ICU માં મરણ પથારીએ પડેલી માતાને આ રીતે હેરાન કરી! લેખ વાંચીને તમે જ નક્કી કરજો સારું કર્યું કે ખરાબ

બોલિવૂડના કિંગ ખાન મતલબ શાહરૂખ ખાન. આજે SRK પાસે દુનિયાની કોઈ પણ વસ્તુની કમી નથી. તેણે દેશ-વિદેશનાં પ્રખ્યાત એવોર્ડ્સ પોતાના નામે કર્યા સાથે સાથે કરોડો ચાહકો નું ફોલોવિંગ પણ ભેગું કર્યું. પરંતુ આ મુકામને મેળવવા માટે શાહરૂખે જેટલી મહેનત કરી છે તે પણ કોઈથી છૂપી નથી. હાલમાં જ SRK પોતાના જીવનની મહત્વપૂર્ણ વાતો ફેન્સની સાથે શેર કરી હતી.

બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન નામ પડે ત્યાં જ ચાહકોની લાઈન લાગી જાય છે. શું તમે જાણો છો SRK ના અમુક વિચારોને લીધે એની માતાને ખુબ દુખ ભોગવવું પડ્યું. શાહરૂખ ખાન 15 વર્ષનો હતો ત્યારે તેને પિતાનું નિધન થયું હતું

અને 26 વર્ષનો થયો ત્યાં સુધીમાં તો માતાએ પણ દુનિયા છોડી દીધી હતી. તમે પણ સમજી શકાય કે જુવાનીના દિવસોમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવવી શાહરૂખ ખાન માટે કેટલું કાષ્ટદાયક રહ્યું હશે. હમણાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કિંગ ખાને જણાવ્યું કે, તે પોતાની માતાની ખૂબ નજીક હતો. સાથે જ માતાના મોત સાથે જોડાયેલી એક અજીબ વાત કહી.

બૉલીવુડ કિંગ શાહરૂખે કહ્યું, “મારી માતા જયારે આઈસીયુમાં હતી અને મને લાગ્યું કે જો હું તેને ચિંતા કરાવીશ તો તે અસંતુષ્ટ થઈ જશે. એટલે જ હું તેના બેડ પાસે બેસી રહેતો અને માં ને કહેતો કે, હું મારી મોટી દીદીનેને ખૂબ હેરાન કરીશ. હું તેને લગ્ન નહીં કરવા દઉં, હું કામ નહીં કરું, હું શરાબ પીવાનું શરૂ કરી દઈશ.

કારણ એ હતું કે મમ્મી સામે ખરાબ વાતો એટલા માટે કરતો હતો કે કદાચ તે જીવી જાય. મને લાગતું હતું કે તેઓ વિચારશે કે મારો છોકરો ખરેખર આવું કરશે. હજુ તેને મારી જરૂર છે.” અંતે નિરાશ થઈને શાહરૂખે જણાવ્યું કે, “આ બધી વાતો કરવાથી અંતે કોઈ ફાયદો ના થયો અને મારી મમ્મીનું નિધન થયું.”