આખરે શાહરુખ ખાનની ઈંતજારીનો આવી ગયો અંત, આટ આટલા દિવસો બાદ દીકરા આર્યન ખાનનું જોશે મોઢું

બોલીવુડના કિંગખાન એવા  શાહરુખ ખાન માટે હાલ મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે, તેનો દીકરો આર્યન ખાન ડગ કેસની અંદર જેલની અંદર બંધ છે, ગઈકાલે આર્યન ખાનની ચોથી વખત જામીન અરજી રદ્દ કરી દેવામાં આવી જેના બાદ આર્યનને પાછું જેલ ભેગું જ થવું પડ્યું, ત્યારે શાહરુખ અને  ગૌરી ખુબ જ દુઃખી છે.

ગત દિવસોમાં આર્યનની જામીન અરજી રદ્દ  થયા બાદ આજે બોમ્બે હાઇકોર્ટમાં આર્યનની જામીન ઉપર સુનાવણી કરવામાં આવશે. તો હવે ખબર આવી રહી છે કે આર્યનના પિતા શાહરુખ ખાન પહેલી વાર તેમના દીકરાને મળવા માટે જેલમાં પહોંચ્યો છે.

કોરોના પ્રતિબંધોમાં ઢીલ મળવાના કારણે આજે 21 ઓક્ટોબર થી હવે કેદી/અંડર ટ્રાયલ કેદીઓને તેમના સંબંધીઓને મળવાની અનુમતિ આપવામાં આવી છે. આ બદલાવ બાદ આજથી જ મોટા પ્રમાણમાં સંબંધીઓ અને વકીલો કેદીઓને મળી શકશે. તો એવામાં છેલ્લા કેટલાય દિવસથી પોતાના દીકરાને ના મળી શકનાર શાહરુખ ખાન પણ દીકરા આર્યન ખાનને મળવા માટે આજે સવાર સવારમાં જ જેલમાં પહોંચી ગયો હતો.

આ સંબંધમાં કોવિડ નિયમોમાં બદલાવને લઈને આર્થર રોડ જેલની બહાર એક નોટિસ પણ લાગી છે. જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આજથી જેલમાં પૂર્વ અનુમિતિ અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને કેદીને મળી શકાશે.

તમને જણાવી દઈએ કે આજે એટલે કે 21 ઓક્ટોબરના રોજ જામીન અરજી ઉપર સુનાવણી છે, પરંતુ મીડિયા દ્વારા ખબર મળી રહી છે કે સુનાવણીમાં આર્યન ખાન અને અન્ય આરોપીઓને કોર્ટમાં નહીં લઇ જવામાં આવે. વીડિયો કોન્ફ્રન્સ કે પછી મોકલવામાં આવેલા વોરંટના માધ્યમથી સામેલ થવાની સંભાવના છે.

એવામાં હવે આશા રાખવામાં આવી રહી છે કે બોમ્બે હાઇકોર્ટમાં થવા વાળી સુનાવણીમાં આર્યનના વકીલો સાથે શાહરુખના મેનેજર પણ હાજર રહેશે. એવું પણ જણાવા મળી રહ્યું છે કે જેલમાં બંધ હોવાના કારણે આર્યન ખાન ચિંતિત છે અને તેને ખાવાનું પણ છોડી દીધું છે. એવામાં શાહરુખ ખાન તેના દીકરાને મળવા માટે પહોંચ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

શાહરુખ ખાનના આવવાના કારણે જેલની અંદર અને બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. જાણકારી પ્રમાણે બધી જ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ શાહરુખ ખાનને તેના દીકરા સાથે મળવા દેવામાં આવશે.

Niraj Patel