મનોરંજન

બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન બંગલો ‘મન્નત’ ને કોરોનાને કારણે નહીં કર્યો પ્લાસ્ટિકથી સીલબંધ, આ પાછળ છે કારણ

છેલ્લા ઘણા દિવસથી શાહરુખ ખાનના ઘર ‘મન્નત’ની તસ્વીર વાયરલ થઇ રહી છે. જેમાં તેનો અંદાજ કંઈક અલગ જ જોવા મળે છે. શાહરૂખનું ઘર પ્લાસ્ટિકની શિલ્ડથી ઉપરથી નીચે સુધીકવર કરવામાં આવ્યું છે. ચર્ચા છે કે એક્ટરે તેના ઘરને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે આ કર્યું છે. જો કે, સત્ય એ નથી. ચાલો તમને જણાવીએ કે ‘મન્નત’ શા માટે કવર કરવામાં આવ્યું છે.

શાહરૂખ ખાનનું ઘર સફેદ પ્લાસ્ટિકથીકવર કરવામાં આવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું હતું કે, એરબોર્ન છે, તેથી શાહરૂખ ખાને તેના ઘરથી તેના રક્ષણ માટે આવરી લીધું છે.

શાહરૂખ ખાને વર્ષ 2001માં તેમનો બંગલો ખરીદ્યો હતો અને ત્યારબાદ તેની કિંમત 13.32 કરોડ રૂપિયા હતી. અહેવાલો અનુસાર હવે આ બંગલાની કિંમત 200 કરોડથી વધુ છે. મન્નતની આજુબાજુ અનેક મોટી હસ્તીઓના ઘરો અસ્તિત્વમાં છે.

View this post on Instagram

🙃 #Mannat #ShahRukhKhan

A post shared by King of World (@king_of_bollywoodsrk) on

જ્યારે તેની પાછળનું સત્ય એ છે કે વરસાદને કારણે મન્નતને ઢાંકવામાં આવ્યો છે. શાહરૂખના એક નિકટના મિત્રએ જણાવ્યું હતું કે ચોમાસાને કારણે મન્નત સંપૂર્ણ રીતેઢાંકવામાં આવ્યો છે અને આવું પહેલીવાર બન્યું નથી પરંતુ દર વર્ષે બન્યું છે.

કહેવામાં આવે છે કે દરિયા કિનારાને કારણે આ ઘરો પર ભેજની ખૂબ અસર પડે છે અને તેથી તે દર વર્ષે ચોમાસા દરમિયાન ઘરોની સુરક્ષાના પગલા તરીકે આ ઉપાય કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.