હમણાં જ જેલમાંથી બહાર આવશે આર્યન, જામીનના પેપર પર કોણે સહી કરી જાણો છો? હોંશ ઉડી જશે નામ જાણીને

છેલ્લા 2 દિવસથી શાહરૂખના મહેલ જેવા ઘર મન્નતની બહાર ફુટપાથ પર ભીડ જોવા મળી હતી. ચર્ચા છે કે આજે સાંજે જ આર્યન જેલમાંથી બહાર આવશે ચાહકોની સંખ્યા મોટા પ્રમાણમાં ઉમટી પડશે. તો એમ પણ માનવામાં આવે છે કે શાહરૂખના પુત્રને લેવા માટે મન્નતના ગેટ સુધી આવશે.

ભીડને લીધે બઁગલો મન્નતની બહારનો રસ્તો શુક્રવાર, 29 ઓક્ટોબરથી જામ થઈ ગયો હતો. આટલી ભીડ થતાં બાંદ્રા પોલીસ સ્ટેશનની ટીમે લોકોને કંટ્રોલ કર્યા હતા. દિવસ ચઢતા ભીડ થોડી ઓછી થઈ હતી, પરંતુ મન્નતની બહાર ચાહકોની ભીડ આવન-જાવન કરી રહી છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાનના દીકરા આર્યન ખાનને જેલમાંથી છોડાવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સતીશ માનશિંદે જામીનના આદેશ સાથે આર્થર રોડ જેલ જવા રવાના થઈ ગયા છે. એનડીપીએસ કોર્ટમાંથી જામીનના આદેશની રજીસ્ટ્રી પૂર્ણ થઈ ગઈ છે. જૂહી ચાવલા આર્યન ખાનની જામીન બની છે. આર્યન ખાનને 1 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન મળ્યા હતા. જ્યારે સતીશ માનશિંદે મુક્તિની પ્રક્રિયા માટે એનડીપીએસ કોર્ટમાં પહોંચ્યા તો ત્યાંના ન્યાયાધીશે તેમને પૂછ્યું કે વિગતવાર ઓર્ડર ક્યાં છે?

આ અંગે માનશિંદેએ કહ્યું કે અમારી પાસે માત્ર ઓપરેટિવ ઓર્ડર છે. જો કે આ પછી આગળની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આર્યનની સાથે, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના વકીલો તમામ પેપરવર્ક પૂર્ણ કરવા અને સૂર્યાસ્ત પહેલા જેલમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો બધુ બરાબર રહેશે તો આર્યનને આજે સાંજે 6:30 વાગ્યા સુધીમાં આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવશે. આ દરમિયાન શાહરૂખ ખાનના ઘરે પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુરુવારે જામીનના આદેશ બાદથી તેના ઘરની બહાર ચાહકો એકઠા થયા છે.

શાહરૂખ ખાને તેના પુત્રને ઘરે લાવવા માટે ‘મન્નત’ છોડી દીધુ છે. તે મન્નતની બહાર આવતા પેપરાજીના કેમેરામાં કેદ થયા હતા. જો કે, આ દરમિયાન એક ગાડીમાં શાહરૂખ ખાન હશે તેવું માનવામાં આવ્યુ હતુ. આર્યન ખાનને કોર્ટે અનેક શરતો સાથે જામીન આપ્યા છે. આર્યન કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકતા નથી.

તેઓએ પોતાનો પાસપોર્ટ NDPS કોર્ટમાં જમા કરાવવો પડશે. દર શુક્રવારે સવારે 11થી 2 વાગ્યા સુધી NCB ઓફિસમાં હાજરી. કેસમાં તપાસ ચાલી રહી છે, તેથી તે કેસ સાથે સંબંધિત સાક્ષીઓ સાથે વાત કરી શકે નહીં. તે સાક્ષીઓ અથવા તપાસને અસર કરશે નહીં. આર્યનને આ કેસમાં સહ-આરોપી સાથે મળવા અથવા વાત કરવાની પણ મનાઈ છે.

આર્યનને જ્યાં સુધી યોગ્ય કારણે છૂટ ન મળે ત્યાં સુધી તેને અદાલતમાં તમામ તારીખે હાજર રહેવું પડશે. જો એકવાર કેસ શરૂ થઇ જાય છે તો તે બાદ તેમાં મોડું કરવાની કોશિશ આરોપી કરી શકશે નહીં. જો તે કોઈ પણ શરતનું ઉલ્લંઘન કરે છે તો NCBને તેની જમાનત રદ્દ કરવા માટે સીધા વિશેષ ન્યાયાધીશ કે કોર્ટમાં અરજી કરવાનો અધિકાર છે.

લગભગ બપોર પછીના સાડા ચાર વાગે જૂહી ચાવલા જામીનદાર બનીને સેશન્સ કોર્ટ આવી હતી અને પછી આ બધી પ્રોસેસમાં એક કલાકનો સમય થયો હતો. જૂહી સાંજે છ વાગે સેશન્સ કોર્ટમાંથી બહાર આવી હતી. આ સમયે શાહરૂખના દીકરાની સિક્યોરિટી બોન્ડ ભરવામાં આવ્યું હતું અને અન્ય સરકારી પેપર પર વકીલની સહી લેવામાં આવી હતી. આ બધામાં મોડું થયું હતું.

કોર્ટની બહાર મીડિયાની લાઈન લાગી હતી અને એ બધાની સાથે થયેલી વાતચીતમાં જૂહીએ કહ્યું હતું, ‘આ બધું પતું ગયું તેથી હું ઘણી જ ખુશ છું. દીકરો આર્યન ટૂંક સમયમાં જ ઘરે પરત ફરશે. હું માનું છું કે હવે દરેકને રાહત થઈ હશે.’

જેલ અધિકારીઓએ રિલીઝ ઓર્ડર માટે થોડીવાર સુધી રાહ પણ જોઈ હતી. જોકે, આર્યનના બેલ ઓર્ડરના કાગળ જેલમાં પહોંચી શક્યા નહોતા. આર્થર રોડ જેલના સુપરિટેન્ડેન્ટ નિતિન વાયાચાલે કહ્યું હતું કે નિયમ પ્રમાણે, રિલીઝ ઓર્ડર જેલમાં રાખેલા જામીન બોક્સમાં નાખવાનો હોય છે. બેલ ઓર્ડરને મેલ કે પોસ્ટથી મોકલી શકાય નહીં. હાર્ડ કોપી જરૂરી છે.

Video :

Shah Jina