બૉલીવુડ અભિનેતા કિંગ ખાન માટે થોડા દિવસ પહેલા મુસિબતોના પહાડ તૂટી પડ્યા હતા, તેનો દીકરો આર્યન ખાન ડગ કેસમાં જેલની અંદર બંધ હતો જેના બાદ શનિવારના રોજ તે જામીન ઉપર છૂટી અને પોતાના ઘરે પરત આવ્યો, તેના બાદ શાહરૂખે પણ હાશકારો અનુભવ્યો, ત્યારે આજે શાહરુખ ખાનનો આજે જન્મ દિવસ હોવાના કારણે તેના બંગલા મન્નતની બહાર તેના ચાહકોનો જમાવડો લાગ્યો હતો.
શાહરૂખ ખાનનો આજે જન્મદિવસ છે અને તેઓ 56 વર્ષના થઇ ગયા છે. બોલિવુડના બાદશાહના જન્મદિવસના ખાસ અવસર પર તેમના ચાહકો કંઇક ખાસ અંદાજમાં મનાવે છે. આ વખતે પણ કંઇક આવું જ જોવા મળ્યુ. બધી વખતની જેમ શાહરૂખ ખાનના ચાહકો અડધી રાતે મન્નત બહાર એકઠા થઇ ગયા હતા. શાહરૂખ ખાનના ચાહકો શાહરૂખની એક ઝલક મેળવવા માટે તેમના બંગલા પર આવે છે.
શાહરૂખ ખાન પણ બધી વખતે બહાર આવી તેમના ચાહકનું અભિવાદન કરે છે અને તેમના પ્રેમ માટે આભાર પણ વ્યક્ત કરે છે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરૂખ ખાનના ચાહક તેમના બંગલા બહાર નજર આવી રહ્યા છે. શાહરૂખ ખાનનો જન્મદિવસ એ અર્થમાં પણ ખાસ છે કે તાજેતરમાં જ તેના પુત્ર આર્યન ખાનને ડગ કેસમાં જામીન મળ્યા છે. જેના કારણે તેમની ખુશી બમણી થઈ જાય છે.
View this post on Instagram
મુંબઈ બાંદ્રા જોન ના આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરે મંગળવાર સવારે મીડિયા અને ચાહકોને શાહરુખ ખાનના બંગલાની બહાર ઉભા રહેતા રોકી દીધા થા. પોલીસ અધિકરીઓએ દાવો કર્યો છે કે તેમની પાસે શાહરુખ ખાન ની મેનેજર પૂજા દદલાનીનો મેસેજ આવ્યો હતો. પૂજાએ જણાવ્યું હતું કે શાહરુખ ખાન પોતાના દીકરા આર્યન અને પરિવાર સાથે મન્નતમાં નથી પર્નાતું અલીબાગ તેના ફાર્મહાઉસ ઉપર છે.
View this post on Instagram
એવો અંદાજ પહેલાથી જ લગાવવામાં આવી રહ્યો હતો કે આર્યનના જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવતા જ શાહરુખનો આખો પરિવાર સાથે અલીબાગ ફાર્મહાઉસ ઉપર જઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે દિવાળી ઉપર પણ તે તેના પરિવાર સાથે અલીબાગમાં રહેશે. જો કે શુક્રવારના રોજ એટલે કે દિવાળીના બીજા જ દિવસે આર્યન ખાનને એનસીબી ઓફિસમાં હાજરી આપવાની છે. એવામાં બની શકે છે કે દિવાળીની મોડી રાત્રે જ શાહરુખ પરિવાર સાથે મન્નતમાં પાછો આવી શકે છે.