ખબર મનોરંજન

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સમાં ઝડપાયા પછી પહેલીવાર અહીંયા જોવા મળ્યો, બહેન સુહાના પણ

આજે IPL મેગા ઓક્શન 2022ની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે પ્રી-IPL ઓક્શન બ્રિફિંગ યોજવામાં આવી હતી. આ સમયે બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને પુત્રી સુહાના ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી બેંગ્લુરુંમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર હાલ ફોટો વાયરલ થઈ રહ્યા છે.

આ નવા ફોટોગ્રાફમાં SRK નો પુત્ર આર્યન ખાન અને તેની બહેન સુહાના મેનેજર ટીમના સભ્યો અને કોલકાતા નાઈટ રાઈડર્સના સીઈઓ વેન્કી સાથે ગંભીર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. શાહરુખની લાડલી સુહાના ખાન પ્રથમવાર IPL ઓક્શનમાં જોવા મળી છે, જો કે આ પહેલા તેમનો ભાઈ આર્યન પણ છેલ્લી ટર્મમાં જોવા મળ્યો હતો.

ગયા વર્ષે તે કો-ઓનર જુહી ચાવલાની પુત્રી જ્હાનવી મહેતા સાથે ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી જુહી ચાવલા ખૂબ જ ખુશ હતી અને તે સમયે ટ્વિટર પર બંનેની એક તસવીર અપલોડ કરી હતી અને લખ્યું હતું કે, “KKR ના બંને કિડ્સ આર્યન અને જ્હાનવીને હરાજીના ટેબલ પર જોઈને ખૂબ જ આનંદ થયો.”

નોંધનીય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સે IPLની 15મી સિઝનમાં ક્રિકેટર આંદ્રે રસેલને વરુણ ચક્રવક્તીને 8 કરોડ, 12 કરોડ, , વેંકેટેષ અય્યરને 8 કરોડ અને સુનીલ નરેલનને 6 કરોડમાં ખરીદ્યા હતા. શાહરુખની ટીમે હવે વધેલા 48 કરોડના બજેટ સાથે 21 સ્પોટ માટે નવા ખેલાડીઓને ખરીદવા માટે ઓક્શનમાં ઉતરી છે. આ ઓક્શનમાં પણ કેકેઆરએ શ્રેયસ અય્યરને 12.25 કરોડમાં ખરીદ્યો છે.