જેલમાં તડપતો દીકરાને મળવા પહોંચેલા શાહરૂખ ખાને પૂછ્યુ- આર્યનને ઘરનું ખાવાનું આપી શકુ ? – જવાબ મળ્યો કે ચોંકી જશો

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ક્રૂઝ ડગ કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ પુત્ર આર્યન ખાનને ગઇકાલે મળવા ગયા હતા. આર્યન ખાનની ધરપકડ બાદ શાહરૂખ ખાનની દીકરા સાથે આ પહેલી મુલાકાત હતી. આ પહેલા શાહરુખે માત્ર વીડિયો કોલ પર વાત કરી હતી. જે સવારે જ્યારે શાહરૂખ આર્યન ખાનને મળ્યો ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. પિતા અને પુત્ર વચ્ચે લગભગ 15 મિનિટની બેઠક થઇ હતી જે ખૂબ જ ભાવુક રહી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આર્યન ખાન પિતાને જોઈને રડી પડ્યો હતો.

શાહરુખ ખાન તેના પુત્રને મળી રહ્યો હતો ત્યારે 2 જેલ ગાર્ડ ત્યાં હાજર હતા. શાહરુખ ખાન અને આર્યન ખાને ઇન્ટરકોમ દ્વારા એકબીજા સાથે વાતચીત કરી હતી. બંને વચ્ચે જાળી અને કાચની દીવાલ હતી. જેલના સૂત્રો જણાવે છે કે શાહરૂખ ખાને આર્યનને પૂછ્યું કે શું તે સારી રીતે ખાવાનું ખાઇ રહ્યો છે. ત્યારે આર્યને ના પાડી હતી. આર્યન ખાને પિતા શાહરુખને કહ્યું કે તેને જેલનું ખાવાનું પસંદ નથી. તે બાદ શાહરુખ ખાને ત્યાં હાજર જેલના અધિકારીઓને પૂછ્યું કે શું તેઓ આર્યનને ઘરનું ભોજન આપી શકે ? આ સવાલના જવાબમાં તેઓએ ના કહી હતી.

આ અંગે જેલ અધિકારીએ કહ્યું કે કોર્ટના આદેશ વિના તે આપી શકે નહીં. આ મીટિંગ દરમિયાન શાહરુખ ખાને આર્યનને હિંમત અને શક્તિ આપવાનો પ્રયાસ કર્યો હતો. શાહરૂખ ખાન સવારે 9.15 વાગ્યે આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. આ દરમિયાન જેલની બહાર મીડિયા, પોલીસકર્મીઓ અને મુલાકાતીઓની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. આ દરમિયાન મીડિયાએ તેમને ઘેરી લીધા. પરંતુ કંઈપણ બોલ્યા વગર શાહરૂખ ખાન સીધા જ સિક્યોરિટી સાથે આર્થર રોડ જેલમાં પ્રવેશ્યો.

Shah Jina