ખબર જીવનશૈલી

અંબાણી પણ જોતા રહી જાય એવા લગ્ન અહીંયા યોજાશે, એક બે નહીં પણ 500 બ્રાહ્મણો કરવાશે લગ્ન

કર્ણાટકમાં એક એવા લગ્ન થવા જઈ રહ્યા છે જેની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે. આ લગ્ન વિષે તમે કયારે પણ કલ્પના કરી હોય.આવા લગ્ન તો ફક્ત તમે ફિલ્મમાં જ જોયા હોય. આ લગ્ન કેટલા શાહી હશે તેનો અંદાજો લગાડવામાં આવે તો ફક્ત મંત્ર બોલવા માટે 500થી વધુ પંડિત બોલાવવામાં આવ્યા છે.

Image Source

આ લગ્ન કર્ણાટકના ભાજપના નેતા અને સ્વાસ્થ્ય મંત્રી શ્રીરામુલુની દીકરી રક્ષિતાના છે. નવ દિવસ સુધી ચાલેલા લગ્નના ફંક્શનન ઇશરૂઆત 27 ફેબ્રુઆરીથી થઇ હતી. આજે એટલે કે, 5 માર્ચ રક્ષિતા લગ્નગ્રંથિથી બંધાઈ જશે. આ લગ્ન પાછળ 500 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. તો 500 પંડિતોને રોકાવવા માટે બેંગ્લોરમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

Image Source

આ લગ્નમાં લગભગ 1 લાખ લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ લગ્નની ખાસ વાત એ છે કે,આટલા લોકોને નિમંત્રણના આપવાની સ્થિતિમાં મીડિયા દ્વારા લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્ન દેશના સૌથી મોટા અને મોંઘા લગ્ન માનવામાં આવી રહ્યા છે.

Image Source

આ શાહિફ લગ્ન માટે 40 એકરના મેદાનમાં ગોઠવણ કરવામાં આવી છે. લગ્ન ફક્ત 27 એકર જગ્યામાં થશે, જ્યારે 15 એકર જમીન ફક્ત પાર્કિંગ માટે રાખવામાં આવી છે. આ શાહી લગ્નનો સેટ બોલીવુડના ડાયરેક્ટરે તૈયાર કર્યો છે. આ સેટ 4 એકરમાં ફેલાયેલો હમ્પી વિરુપક્ષ મંદિર સહિત અનેક મંદિરોની તર્જ પર બનાવવામાં આવી રહ્યો છે.

Image Source

આ લગ્નમાં હિસ્સો લેનાર બધા જ મહેમાનોએ તાજ વેસ્ટ એન્ડ હોટેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આટલું જ નહીં, રક્ષિતાને તૈયાર કરવા માટે બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના મેકઅપની આર્ટિસ્ટને બોલાવવામાં આવ્યા છે.

Image Source

ફોટા અને વીડિયોગ્રાફી માટે જયરામન પિલ્લઇ અને દિલીપની ટીમને બોલાવવામાં આવી છે. આ જ ટીમે મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્ન સમયે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી હતી. 200 લોકોને ફૂલોને સજાવવા માટે બોલાવવામાં આવ્યા છે. આપવામાં આવે છે. બીજો સેટ બેલેરીમાં બનાવવામાં આવી રહ્યો છે જ્યાં લગ્ન પછી રિસેપ્શન થશે.

Image Source

શ્રીરામુલુએ પુત્રી રક્ષિતાનાં લગ્ન માટે લગભગ એક લાખ વિશેષ કાર્ડ બનાવ્યાં હતાં. જેની ઘણી ચર્ચા થઈ હતી. શ્રીરામુલુએ આ આમંત્રણ કાર્ડમાં આરોગ્યની વિશેષ કાળજી લીધી છે.

Image Source

કાર્ડની અંદર કેસર, ઈલાયચી, સિંદૂર, હળદર પાવડર અને અક્ષત મૂકવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહથી લઈને પાર્ટીના તમામ મોટા નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનોને આ લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Image Source

જણાવી દઈએ કે, વર્ષ 2016માં જનાર્દન રેડ્ડીએ દીકરી બ્રાહ્મણીના લગ્ન શાહી અંદાજમાં કરવામાં આવ્યું હતું. પરંતુ શ્રીરામુલુ હવે તેનો રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે. આલીશાન લગ્નનું આયોજન કરનારા જનાર્દન રેડ્ડી તેના મિત્રો સાથે શ્રીરામુલુની દીકરીના લગ્નની તૈયારીમાં મદદ કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.