30 ફૂટ ઊંચા બંધ ઉપર સ્ટન્ટ કરવા માટે ચઢ્યો હતો આ યુવક, અચાનક લપસ્યો પગ અને ધડામ દઈને નીચે પટકાયો, જુઓ વીડિયો

આજે ઘણા યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં એવા એવા જોખમો લેતા હોય છે જેના કારણે તેમનો જીવ પણ જોખમમાં મુકાઇ જતો હોય છે, સોશિયલ મીડિયામાં પણ આવા જોખમ કારક સ્ટન્ટના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ જોખમકારક સ્ટન્ટ કરી રહેલા યુવકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ કિસ્સો સામે આવ્યો છે કર્ણાટકના ચિક્કાબલ્લાપુરા જિલ્લામાંથી. જ્યાં રવિવારે એક યુવકને સ્ટંટ કરવો તેના માટે મુસિબતનું કારણ બની ગયું. રવિવારે એક યુવક સ્ટંટ કરતા ડેમ પર ચઢી રહ્યો હતો પરંતુ સંતુલન ગુમાવવાને કારણે તે નીચે પડી ગયો હતો. જો કે આ દરમિયાન મોટી વાત એ હતી કે યુવકનો જીવ બચી ગયો હતો. યુવક શ્રીનિવાસ સાગર ડેમની દિવાલ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે નીચે પડી ગયો.

આ અકસ્માત થતાં જ ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હકીકતમાં, જ્યારે યુવક ડેમ પરથી પડ્યો ત્યારે તે યુવક 30 ફૂટની ઊંચાઈએ હતો. જ્યારે તે લપસીને નીચે પડ્યો ત્યારે ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું. મળતી માહિતી મુજબ, ઘટના કર્ણાટકના ચિક્કાબલ્લાપુર સ્થિત શ્રીનિવાસ સાગર ડેમની છે. અકસ્માત બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સ્ટંટ કરી રહેલા યુવકની ઉંમર 20 વર્ષ હોવાનું કહેવાય છે.

તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ડેમની ઉંચાઈ લગભગ 50 ફૂટ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા, જે દરમિયાન યુવક સ્ટંટ બતાવવા માટે ઉપર ચઢી ગયો હતો. જ્યારે યુવક 30 ફૂટની ઉંચાઈએ પહોંચ્યો ત્યારે તે લપસીને નીચે પડ્યો હતો.

જો કે, જિલ્લા વહીવટીતંત્રની ચેતવણી છતાં ડેમની દિવાલ પર ચઢવાનો પ્રયાસ કરવા બદલ યુવક સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. પ્રશાસન દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડેમ બેંગ્લોરથી લગભગ 74 કિમી દૂર સ્થિત છે.

Niraj Patel