કેનેડામાં 4 બાળકો અને માં સહિત 6 લોકોની ચાકુ મારી કરાઇ ઘાતકી હત્યા, ઘરમાં રહેવાવાળા વિદ્યાર્થીની ધરપકડ

ઘણીવાર વિદેશમાંથી હત્યા અને ફાયરિંગના મામલા સામે આવતા હોય છે જેમાં ગુજરાતી કે ભારતીયોના મોત પણ થતા હોય છે. જો કે, હાલમાં કેનેડાની રાજધાની ઓટાવામાંથી એક ખૌફનાક મામલો સામે આવ્યો. બુધવારે મોડી રાત્રે માતા અને ચાર નાના બાળકો સહિત છ શ્રીલંકાના લોકોની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની ખબર છે. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે હત્યા બાદ દેશમાં હલચલ મચી ગઈ હતી કારણ કે કેનેડામાં આવી ઘટનાઓ સામાન્ય રીતે બનતી નથી.

પોલીસ અનુસાર, મૃતક પરિવાર શ્રીલંકાનો નાગરિક હતો, જે તાજેતરમાં જ કેનેડા આવ્યો હતો. મૃતકોમાં 35 વર્ષીય દર્શાની, સાત વર્ષિય દીકરી ઈનુકા વિક્રમસિંઘે, ચાર વર્ષિય દીકરી અશ્વિની વિક્રમસિંઘે, બે વર્ષિય દીકરી રિનાયા વિક્રમસિંઘે અને બે મહિનાની દીકરી કેલી વિક્રમસિંઘેનો સમાવેશ થાય છે. દર્શાનીનો પતિ ઈજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની હાલત હાલ સ્થિર હોવાનું પોલીસનું કહેવું છે.

દર્શાનીના પતિની ઓળખ ધનસુખ વિક્રમસિંઘે તરીકે થઈ છે. પરિવારની સાથે રહેતા 40 વર્ષિય શખ્સની પણ હત્યા થઈ છે. અહેવાલો અનુસાર, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાને ભયંકર ત્રાસદી ગણાવી. શ્રીલંકાના 19 વર્ષીય વિદ્યાર્થી ફેબ્રિયો ડી-જોયસાની ધરપકડ કરવામાં આવી છે અને તેની પર ફર્સ્ટ-ડિગ્રી હત્યાના છ ગુના અને હત્યાના પ્રયાસના એક ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ઓટાવાના પોલિસ પ્રમુખે એક સંવાદદાતા સંમેલનમાં કહ્યુ કે આ પૂરી રીતે નિર્દોષ લોકો પર કરવામાં આવેલ હિંસાનું એક સંવેદનહીન કૃત્ય છે. ઓટાવાના મેયરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યુ કે આ અમાા શહેરના ઇતિહાસમાં હિંસાની સૌથી ચોંકાવનારી ઘટનાઓમાંથી એક છે. બુધવારે પીડિત દક્ષિણ-પશ્ચિમ ઉપનગર બૈરહવેનમાં એક ઘરની અંદર મળ્યા હતા, રાત્રે 11 વાગ્યા આસપાસ ઇમરજન્સી કોલ બાદ પોલિસ ઘટનાસ્થળે પહોંચી.

Shah Jina