રેશન કાર્ડમાં આ ભાઈના નામમાં “શ્રીકાંત દત્તા”ની જગ્યાએ છપાયું “શ્રીકાંત કુત્તા”, પછી અધિકારી સામે એ રીતે કર્યો વિરોધ કે… જુઓ વીડિયો

રેશન કાર્ડમાં પોતાનું નામ સુધારવા માટે આ ભાઈ અધિકારીની સામે કુતરાની જેમ ભસવા લાગ્યો, દત્તાની જગ્યાએ છાપી નાખ્યું હતું કુત્તા, જુઓ વીડિયો

સરકારી કામની અંદર ઘણીવાર લોચા લાપસી થવાના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે, જેમાં જરૂરી દસ્તાવેજની અંદર ભૂલથી ખોટું નામ લખી દેવામાં આવે છે અને પછી એ નામ બદલવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે અને છતાં પણ સરખું કરવામાં નાકે દમ આવી જાય છે. ઘણીવાર આવા ખોટા નામના કારણે ઘણી બધી જગ્યાએ તકલીફો પણ પડતી હોય છે અને આવી સમસ્યાથી ઘણા લોકો પરેશાન પણ થઇ જતા હોય છે.

ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળના બાકુંડા જિલ્લામાં રહેવા વાળા શ્રીકાંત કુમાર દત્તાનું નામ તેમના રેશન કાર્ડમાં એક વાર નહિ પરંતુ ત્રણ ત્રણ વાર દત્તાની જગ્યાએ કુત્તા છાપવામાં આવ્યું હતું. જેનો શ્રીકાંત કુમારે અનોખી રીતે વિરોધ કર્યો હતો.

શ્રીકાંત કુમારે અધિકારીઓને વારંવાર વિનંતી કરી હતી. તે છતાં પણ તેમના નામમાં સુધારો થયો નહોતો, જેના બાદ તેમને વિરોધ કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો. એક અધિકારી જયારે ગાડી લઈને પસાર થઇ રહ્યા હતા ત્યારે શ્રીકાંત ગુપ્તાએ તેમની આગળ કુતરાની જેમ ભસી ભસીને આનો વિરોધ કર્યો હતો અને પોતાનું રેશનકાર્ડ પણ બતાવ્યું હતું.

જેના બાદ તાબડતોબ રેશનકાર્ડમાંથી શ્રીકાંત ગુપ્તાનું ભૂલમાં છપાઈ ગયેલું નામ સુધારી દેવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી ANI દ્વારા શ્રીકાંતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “મેં રેશન કાર્ડ પર નામ સુધારવા માટે ત્રણ વખત અરજી કરી હતી. ત્રીજી વખત પણ મારું નામ શ્રીકાંત દત્તાની જગ્યાએ શ્રીકાંત કુત્તા લખવામાં આવ્યું હતું. તેનાથી હું માનસિક રીતે પરેશાન હતો.”

Niraj Patel