બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીના નિધનના સમાચાર સાંભળી ફિલ્મ જગતમાં અને તેના ચાહકોમાં શોકની લાગણી પરશ્રી ઉઠી હતી. તેના મૃત્યુને 2 વર્ષનો સમય વીતી ગયો છે તે છતાં પણ તેણીઓ યાદો અને તેના અભિનયની ઝલક આજે પણ આખો સામે આવીની ઉભી થઇ જાય છે.

સોમવારે શ્રીદેવીની બીજી પુણ્યતિથિ હતી, આ નિમિત્તિ તેના પતિ બોની કપૂર ભાવુક થયેલા જોવા મળ્યા, આ ઉપરાંત તેમને આખો દિવસ એકલાજ દીકરી જાહ્નવી સાથે જ વિતાવ્યો. શ્રીદેવીની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમને ઘરમાં એક પૂજાનું પણ આયોજન કર્યું હતું, પરંતુ આ પૂજામાં તેમને કોઈ મિત્રો કે સાગા સંબંધીઓને આમંત્રિત નહોતા કર્યા, દીકરી જાહ્નવી સાથે જ તેઓ આખો દિવસ ઘરમાં એકલા જોવા મળ્યા.

બોની કપૂરની બીજી દીકરી ખુશ્બુ અત્યારે વિદેશમાં આભ્યાસ કરી રહી છે, તે પણ આ સમય દરમિયાન મુંબઈ આવવા માંગતી હતી, પરંતુ બોની કપૂરે તેને તેના અભ્યાસમાં જ ધય્ન રાખવા માટેનું કહ્યું. જાહન્વી કપૂરે તેની માતા સાથેનો એક બાળપણનો ફોટો શ્રીદેવીની પુણ્યતિથિના દિવસે જ પોસ્ટ કરી તેની ભાવનાને વ્યક્ત કરી હતી.
View this post on Instagram
જાહ્નવીએ પોતાના બાળપણનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો હતો. જેમાં તે તેની માતા શ્રીદેવી સાથે જોવા મળી રહી છે. આ ફોટોમાં જાહ્નવી તેની માતાને ગળે લગાવી રહી છે અને બને સોફા ઉપર સુઈ રહ્યા છે, આ ફોટોમાં બંને ખુશ દેખાઈ રહ્યા છે અને ચહેરા ઉપર પણ હાસ્ય રમી રહ્યું છે. આ ફોટો પોસ્ટ કરતાં તેની સાથે જાહ્નવીએ લખ્યું: “હું રોજ તમને યાદ કરું છું.” જાહ્નવીએ આ રીતે પોતાની ભાવનાને પોસ્ટ દ્વારા અભિવ્યક્ત કરી હતી.

બોની કપૂરે પોતાના ઘરમાં યોજાયેલી પૂજાનો એકપણ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ નથી થવા દીધો કારણ કે તેઓ નથી ઇચ્છતા કે તેમની આ ભાવુક પળોને કોઈ બીજી પણ શૅર કરે. બે વર્ષ પહેલા 54 વર્ષની ઉંમરમાં શ્રીદેવીનું નિધન થયું હતું, તેના નિધન સમયે તે દુબઈમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચી હતી.તેના મૃત્યુના સંચાર સાંભળીને ફિલ્મ જગત અને દેશભરમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો, એ સમયે તેની દીકરી જાહ્નવી મુંબઈમાં પોતાની ફિલ્મ “ધડક”ના શૂટિંગમાં વ્યસ્ત હતી, જયારે તેને તેની માતાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તે પણ ખુબ જ ભાવુક થઇ ગઈ હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.