મનોરંજન

દિવ્યા ભારતીના નિધન બાદ તેના જેવી જ દેખાતી શ્રીદેવીને મળી હતી ફિલ્મ, સેટ ઉપર થતી ઘટનાઓ જાણીને હોશ ઉડી જશે

1992માં ફિલ્મ “વિશ્વાત્મા”થી બોલીવુડમાં પોતાનો પગ મુકવા વળી અભિનેત્રી દિવ્યા ભરતીના અભિનય અને તેના દેખાવને જોતા એમ લાગતું કે આ અભિનેત્રી બધાને પાછળ છોડી અને બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રી બની જશે.બોલીવુડમાં જયારે દિવ્ય ભારતીએ પગ મુક્યો ત્યારે શ્રીદેવી એ સમયની ખ્યાતનામ અભિનેત્રી હતી ત્યારે સૌને એમ લાગી રહ્યું હતું કે દિવ્યા ભરતી શ્રીદેવીની જગ્યા લઇ લેશે. પરંતુ અકાળે જ તેનું અવસાન થયું હતું.

Image Source

આજે અમે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઈ રહ્યા છે જેમાં દિવ્ય ભારતીની જગ્યા ઉપર એક ફિલ્મમાં શ્રીદેવીને સ્થાન આપવામાં આવ્યું હતું.

Image Source

1994 માં બનેલી ફિલ્મ “લાડલા”માં પહેલા દિવ્યા ભારતીને લેવામાં આવી હતી. એટલું જ નહિ પરંતુ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. પરંતુ દિવ્યા ભારતીના અચાનક થયેલા નિધનના કારણે ફિલ્મનું શૂટિંગ વચ્ચે જ રોકાવું પડ્યું અને ફિલ્મ મેકરે દિવ્યા ભારતનીના નિધન બાદ શ્રીદેવીનો સંપર્ક કર્યો અને ફિલ્મ “લાડલા” માટે તેની પસંદગી કરવામાં આવી હતી.

Image Source

આ ફિલ્મમાં દિવ્યા ભારતી સાથે શૂટિંગ થયેલો એક ભાગ પણ યુટ્યુબ ઉપર જોવા મળે છે. આ વીડિયોમાં દિવ્યા ભારતી અને અનિલ કપૂર કોઈ વાતને લઈને ફેકટરીમાં માથાકૂટ પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં એક ક્ષણે જોતા તો એમ લાગે કે શ્રીદેવી જ અભિનય કરી રહી છે.

Image Source

આ ફિલ્મમાં શ્રીદેવી સાથે રવીનાટંડન પણ જોવા મળે છે. 6 મહિના પછી આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ એ સમયે કેટલીક વિચિત્ર ઘટનાઓ પણ ઘટવા લાગી હતી, જેને લઈને બધા હેરાન હતા. એક સીનની અંદર શ્રીદેવીની સાથે રવીના ટંડન અને શક્તિ કપૂર હતા, શ્રીદેવી વારંવાર એજ જગ્યા ઉપર અટકી જતી જ્યાં દિવ્યા ભારતી અટકી જતી હતી. રવીના ટંડન અને શક્તિ કપૂર પણ આ ઘટનાથી ડરી ગયા હતા.

“લાડલા” સિવાય દિવ્યા ભારતીએ “મોહરા” અને “વિજયપથ” જેવી ફિલ્મો પણ સાઈન કરી હતી પરંતુ તે તેના અકાળે થયેલા મૃત્યુના કારણે પૂર્ણ ના કરી શકી. દિવ્યાનું મૃત્યુ માત્ર 19 વર્ષની કાચી ઉંમરમાં જ થયું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.