
બોલીવુડની એક્ટ્રેસ શ્રી દેવીની નિધન 24 ફેબ્રુઆરી 2018ના દુબઈમાં બાથટબમાં ડૂબી જવાથી થયું હતું. શ્રીદેવીના મોતના અચાનક સમાચાર આવવાથી બોલીવુડમાં શોક છવાઈ ગયો હતો. ત્યારે શ્રી દેવીના મોતને મળે આઇપીએસ અધિકારી અને કેરળના જેલ ડીજીપી ઋષિરાજસિંહે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
શ્રી દેવીના મોતને લઈને કેરળના ડીજીપી જેલ અને આઇપીએસ અધિકારી ઋષિરાજસિંહે ચોંકાવનારો દાવો કર્યો છે. ઋષિરાજસિંહે દાવો કર્યો છે કે, શ્રી દેવીનું મોત બાથ ટબમાં ડૂબવાથી નહીં પરંતુ હત્યા કરવામાં આવી છે.આઇપીએસ અધિકારી ઋષિરાજસિંહેતેના એક દોસ્તના હવાલાથી વાદો કર્યો છે. તેના દોસ્ત ડો.ઉમાદથન જાણીતા ફોરેન્સિક સર્જન હતા. હાલમાં જ એનું મોત નીપજ્યું છે.
ડો.ઉમાદથનક્રાઇમના મામલામાં અને ખાસ કરીને મર્ડર મીસ્ટ્રી નો ભેદ ઉકેલવામાં ઉસ્તાદ માનવામાં આવતા હતા.કેરળ પોલીસ જયારે હત્યાના મામલો ઉકેલી ના શકતી ત્યારે ઉમાદથનને બોલવાવામાં આવતા હતા. ફોરેન્સિકના વિદ્વાન ડો.ઉમાદથનને મર્ડર મિસ્ટ્રી કેસ ઉકેલવા માટે કેરળ સરકાર પણ ઉસ્તાદ માનતી હતી.
ત્યારે એક આઇપીએસ અધિકારીએ ક્રાઇમ કેસ માસ્ટરના હવાલાથી શ્રી દેવીના મોત મામલે મોટો ખુલાસો કર્યો છે. ખાનગી અખબારની માહિતી અનુસાર,ઋષિરાજસિંહએ કહ્યું હતું કે,મે જીજ્ઞાશાવશ થઈને ડો.ઉમાદથનને શ્રી દેવીના મોત મામલે પૂછ્યું હતું. તેના એક જવાબે મને ચોંકાવી દીધો હતો. તેને જણાવ્યું હતું કે આ પુરા મામલાને બહુજ નજીકથી જોઈ રહ્યું છું. મામલાના રિસર્ચ ઘણી એવી પરિસ્થતિ બનતી હતી કે,જેનાથી સાફ થતું હતું કે, શ્રી દેવીનું મોટ એક્સીડેન્ટથી થયું છે. પરંતુ, રિસર્ચ દરમિયાન ઘણા સબૂત આવતા હતા કે તેની હત્યાની આશઁકા નકારી ના શકાય.
અસલમાં ડીજીપી ઋષિરાજસિંહે તેના દોસ્ત ડો.ઉમાદથનના મોત પર એક લેખ લખ્યો હતો. જેમાં તેના દોસ્તના અપરાધ અને મર્ડર મિસ્ટ્રીને લઈને ચોંકવનારી વાતનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં એક ખૂણામાં તેના દોસ્ત દવારા શ્રી દેવીના મોત મામલે આપવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.ઋષિરાજસિંહે લખ્યું હતું કે,’મારા દોસ્તે બતાવ્યું હતું કે, કોઈ પણ માણસ નશાની હાલતમાં એક ફૂટ ઊંડા બાથટબમાં ડૂબીને મરી જ ના શકે. તે ત્યારે જ ડૂબીને મરી શકે જયારે કોઈ તેના પગ પકડીને માથું ડૂબાડ્યું હોય.
જણાવી દઈએ કે,શ્રીદેવી 24 ફેબ્રુઆરી 2018ના દુબઈમાં મોહિત મારવહના લગ્નમાં શામેલ થવા ગઈ હતી. જયારે લગ્ન બાદ તે થોડા દિવસ દુબઈમાં રોકાઈ ગઈ હતી. તે દરમિયાન બોની કપૂર પણ ત્યાં પહોંચ્યા હતા.
પોસ્ટમોર્ટમના રિપોર્ટ અનુસાર એક્ટ્રેસનું મોત પાણીમાં ડૂબવાથી થયું હતું. તે સમયે તે નશામાં હતી.અનેતેની મોતને એક્સિડન્ટ માનવામાં આવ્યો હતો.
શ્રી દેવીના મોતના મામલે દુબઇ પોલીસે લાંબા સમય સુધી આતપાસ કરી હતો. પરંતુ સબૂતોના અભાવે મોતનું સાચું કારણ ખબર પડી ના હતી.ત્યારે તેના મોતને એક્સડેન્ટમાં ઠેરવવામાં આવ્યું હતું.
આ બાદ દોઢ વર્ષ બાદ ડીજીપી ઋષિરાજસિંહેતેના મિત્ર દ્વારા લખાયેલા લેખને કારણે ફરી વિવાદ વધ્યો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks