50 વર્ષની ઉંમરે 25ની દેખાતી હતી શ્રીદેવી, શરીરના આ ભાગમાં કરાવી સર્જરી, જુઓ પહેલા અને પછીની તસ્વીરો
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી રહ્યો છે. આ વાયરસની અસર ઓછી થવાને બદલે વધી રહી છે. હાલ ભારતમાં અનલોક-2 ચાલી રહ્યું છે. સામાન્ય નાગરિકની જેમ બોલીવુડના સેલેબ્સ પણ જરૂરિયાત મુજબ જ બાહર નીકળી રહ્યા છે. આ વચ્ચે સેલેબ્સથી જોડાયેલા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ વચ્ચે શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ‘મોમ’ની રીલીઝને 3 વર્ષ થઇ ગયા છે.
આ ફિલ્મ 7 જુલાઈ 2017ના રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે શ્રીદેવીને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. પરંતુ દુઃખદ વાત એ છે કે,જયારે આ એવોર્ડ આપવામાં આવ્યા હતા ત્યારે શ્રીદેવી આ દુનિયાને દુનિયાને અલવિદા કહી ચુકી હતી.

જણાવી દઈએ કે દુબઈની એક હોટલમાં બાથટબમાં ડૂબીને 54 વર્ષીય શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018 ના રોજ અવસાન થયું હતું. ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી શ્રીદેવીની સુંદરતા વિશે વાત કરવામાં આવે તો તે તેની વધતી ઉંમર સાથે પણ ખૂબ જ સુંદર દેખાતી હતી.

રિપોર્ટ્સ અનુસાર, આટલી ઉંમરે શ્રીદેવીના દેખાવ ખૂબ જ સુંદર દેખાવાનું કારણ સર્જરી હતી. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેની આટલી સર્જરી થઈ હતી, જેના કારણે તેને ઇન્ફેક્શન લાગ્યું હતું જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

જણાવી દઈએ કે, શ્રીદેવી યુવાન દેખાવા માટે સર્જરી કરાવતી હતી. ખબરોની માનીએ તો તેને 29 પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. મૃત્યુના થોડા સમય પહેલા જ તેની સર્જરી કરાવી હતી. એક વરિષ્ઠ પત્રકારે જણાવ્યું કે જ્યારે તે 7 વર્ષ પહેલા શ્રીદેવીને મળ્યો ત્યારે તેની સુંદરતાથી તે સ્તબ્ધ થઈ ગઈ. આ ઉંમરે પણ તેનું વજન ખૂબ ઓછું હતું અને તેના ચહેરા પર એક પણ કરચલી નહોતી. આ બધાનું કારણ કોસ્મેટિક સર્જરી હતું.

શ્રીદેવી તેની સુંદરતા અંગે અત્યંત નિશ્ચિત હતી. શ્રીદેવી સુંદરતા જાળવવા માટે ઘણી ટ્રીટમેન્ટ લેતી હતી. આટલું જ નહીં, મીડિયા રિપોર્ટનું માનીએ તો તેની પુત્રી જાહ્નવી અને ખુશીએ પણ સર્જરી કરાવી હતી. રિપોર્ટ્સ અનુસાર શ્રીદેવી ટ્રીટમેન્ટ માટે ઘણી વાર અમેરિકામાં સાઉથ કેરોલિનામાં હતી. તેની એક સર્જરીમાં ગડબડ થઇ જતા હોઠનો આકાર બગડ્યો હતો.

સર્જરી બગડવાને કારણે દક્ષિણ કેરોલિનામાં તેના ડોકટરોએ તેમને આહારની કેટલીક ગોળીઓ લેવાની સલાહ આપી. તે ઘણી એન્ટી એજિંગ દવાઓ પણ લેતી હતી. અહેવાલો અનુસાર તે ડાયેટ ગોળીઓ ખાતી હતી અને તેથી તે ઓછું ખાતી હતી.

શ્રીદેવીએ લેસર સ્કીન સર્જરી, સિલિકોન બ્રેસ્ટ કરેક્શન,બોટોક્સ અનેઓકસી પીલ, ફેસ લિફ્ટ અપ્સ, બોડી ટકિંગકરાવી હતી. આ સાથે તે ટમીની વધારાની ચરબી ઘટાડવા માટે ટ્રીટમેન્ટ કરાવી હતી.

શ્રીદેવીએ બોલિવૂડમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ રાણી મેરા નામ અને જુલીમાં કામ કર્યું હતું. એક્ટ્રેસ તરીકે સોલહવા સાવન તેની પહેલી ફિલ્મ હતી. પરંતુ તેની પ્રસિદ્ધિ તો 1983માં આવેલી ફિલ્મ હિંમતવાલાથી મળી હતી. આ ફિલ્મમાં જીતેન્દ્ર તેનો હીરો હતો. તેની જોડી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.