આંખ મારીને ફેમસ થનારી પ્રિયાના ‘શ્રીદેવી બંગલો’ પર આવી પડ્યું સંકટ, બોની કપૂર ગુસ્સામાં હવે આ કામ કરવા જઈ રહ્યા છે

0

અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર “શ્રીદેવી બંગલો” ફિલ્મથી બોલિવૂડની ડેબ્યુ કરવા જઈ રહી છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર આવ્યું છે ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં ફસાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

થોડા સમય પહેલા જ શ્રીદેવીના પતિ બોની કપૂર આ ફિલ્મના નિર્માતાને લીગલ નોટિસ આપી હતી, જેને આ લોકોએ નજર અંદાજ કરી છે. હવે બોની કપૂરે ફિલ્મના નામ પર મેકર્સને લીગલ નોટિસ આપવાનું મન બનાવી લીધું છે. જેથી તેઓ ફિલ્મમાં નામમાં શ્રીદેવીનું નામ વાપરી ન શકે.

 

View this post on Instagram

 

Florence with my best friend ❤️

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

રિપોર્ટ અનુસાર, શ્રીદેવીના પતિ બોની કપૂર આ મુદ્દા પર મેકર્સને લીગલ નોટિસ તો પહેલેથી જ આપી છે પણ હવે આ નોટિસ પર કડક એક્શન લેવાની તૈયારીમાં છે.

આ બધી પરિસ્થતીની શરૂઆત ફિલ્મના શરૂઆતથી જ થઇ હતી. જયારે આ ફિલ્મના ટીઝરમાં પ્રિયાની મોતનો સીન એવી રીતે દર્શાવવામાં આવ્યો છે કે,કેવી રીતે શ્રીદેવીનું મૃત્યુ થયું તેવી વાત સામે આવી હતી. ટીઝર આવતા જ બોનીએ લીગલ નોટિસ મોકલી હતી પરંતુ તેની કોઈ અસર થઇ નથી.

 

View this post on Instagram

 

Nuvvante naaku chala ishtam😋

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

જ્યારે ડાયરેક્ટર પ્રશાંત મામ્બુલીને આ નોટિસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે, ‘અમને ગત વર્ષે મિસ્ટર બોની કપૂરની લીગલ નોટિસ મળી હતી અને અમે તેનો સામનો કરશું. મારી આ ફિલ્મ સ્પેશિયલ થ્રિલર ફિલ્મ છે. મેં તેમને કહ્યું કે શ્રીદેવી એ એક કોમન નામ છે અને મારી ફિલ્મની કિરદાર પણ એક અભિનેત્રી છે. અમે આ લીગલ નોટિસનો જવાબ આપીશું.

Image Source

ખબર તો એ મળી રહી છે કે, બોની કપૂર આ ફિલ્મ સાથે જોડાયેલ દરેક વ્યક્તિથી નારાજ છે. જો પ્રિયા પ્રકાશની વાત કરવામાં આવે તો ગયા મહિને ઇન્ટરવ્યૂમાં આ મુદ્દા પર એમ કહીને હાથ ઉંચાકર્યા હતા કે હું ખાલી મારો રોલ નિભાવું છું. આ ડાયરેકટરની તકલીફ છે. કોઈની અંગત જિંદગીને નુકશાન પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી.

 

View this post on Instagram

 

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

જાણવી દઈએ કે, શ્રી દેવી બંગલોથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી પ્રિયા પ્રકાશ તેની ફિલ્મના એક શૂટિંગ દરમિયાન આંખ મારતી હતી. તેના કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. શ્રી દેવી બંગલો ફિલ્મમાં પ્રિયા પ્રકાશ સિવાય અભિનેતા પ્રિયાંશુ ચટર્જી તેમજ અરબાઝ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.