21 વર્ષની ઉંમરમાં કેવા દેખાતા હતા પ્રભુ શ્રી રામ ? તસવીરમાં મનમોહક સ્માઈલ જોઈને તમે પણ ધન્ય ધન્ય થઇ જશો… જુઓ

21 વર્ષના પ્રભુ શ્રી રામનું આવું રૂપ તમે આજ પહેલા ક્યારેય નહિ જોયું હોય, AIની મદદથી એવી તસવીરો સામે આવી કે લોકો પણ થયા અભિભૂત.. જુઓ

આજના સમયમાં ટેક્નોલોજી ખુબ જ આગળ નીકળી ગઈ છે અને થોડા વર્ષો પહેલા માણસો માટે જે વિચારવું પણ અસંભવ હતું તે આજે શક્ય બની રહ્યું છે. ઇન્ટરનેટ પર આવા ઘણા કારનામાના વીડિયો અને તસવીરો જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ત્યારે હાલમાં જ ભગવાન શ્રી રામની AI દ્વારા બનાવવામાં આવેલી તસવીરો લોકોના દિલ જીતી રહી છે.

ભગવાન શ્રીરામ જ્યારે 21 વર્ષના હતા ત્યારે કેવા દેખાતા હશે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવતો જ હશે. હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એ ભગવાન શ્રીરામની યુવાનીનું ચિત્ર બનાવીને આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. AI દ્વારા બનાવવામાં આવેલી પ્રથમ તસવીરમાં ભગવાન શ્રી રામના ચહેરાના હાવભાવ સામાન્ય છે, જ્યારે અન્ય તસ્વીરમાં તેઓ હસતા જોવા મળે છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

લોકોએ ભગવાન રામની આરાધ્ય તસવીર જોઈને પોતાની ખુશી વ્યક્ત કરી છે. કેટલાક લોકો કહે છે કે આજ સુધી આ ધરતી પર આટલું સુંદર કોઈ જન્મ્યું નથી. ઈન્ટરનેટ યુઝર્સને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. લોકો આના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સાથે સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી રહ્યા છે.

આ તસવીરને શેર કરતી વખતે લોકો તેના કેપ્શનમાં લખી રહ્યા છે કે “વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ સહિત તમામ ગ્રંથોમાં આપવામાં આવેલી વિગતો અનુસાર આ ભગવાન રામનો AI જનરેટેડ ફોટો છે.” પોસ્ટ પ્રમાણે 21 વર્ષની ઉંમરે શ્રીરામ આવા દેખતા હતા. એક યુઝરે લખ્યું, ‘જ્યારે આર્ટિફિશિયલ ફોટો આટલો સુંદર છે, ત્યારે તે હકીકતમાં કેવા લગતા હશે ?”

ભગવાન શ્રી રામની આ વાયરલ તસવીર કોણે બનાવી છે, તેની માહિતી હજુ સુધી મળી નથી. તેને બનાવનાર વ્યક્તિ વિશે ભલે કંઈ ખબર ન હોય, પરંતુ લોકો તેના કામના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘જેટલું નામ સુંદર છે, એટલા જ સુંદર અમારા રામ છે.’ ઉલ્લેખનીય છે કે આજકાલ AIની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પહેલા કેટલીક જગ્યાઓના AI ફોટોઝ પણ સામે આવી ચૂક્યા છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા છે.

Niraj Patel