શ્રીલંકાના પીએમના બેડ પર પ્રદર્શનકારીઓએ રમી WWE રમત, એકબીજાને પકડીને નીચે પટક્યા, જુઓ વીડિયો

શ્રીલંકાના પ્રદર્શનકારીઓએ પીએમના આવાસમાં ઘૂસીને મચાવ્યો હલ્લો, રાષ્ટ્રપતિ પાસે માગ્યું  રાજીનામુ

પાડોશી દેશ એવો શ્રીલંકા હાલના સમયમાં રાજનીતિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. અહીં આર્થિક તંગી અને રાજનીતિક ગતિરોધથી પરેશાન જનતાએ ગત શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા  રાજપક્ષે અને પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેના ઘરે હલ્લો મચાવી દીધો હતો. સોશિયલ મીડિયા પર આ ચોંકવાનારી ઘટનાની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે જેમાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના ભવનમાં ઘૂસીને તેઓના રૂમમાં મોજ-મસ્તી કરતા અને તેઓની વસ્તુઓનો ઉપયોગ કરતા નજરે પડે છે. આ સિવાય એક વીડિયોમાં એક યુવાનોનું ગ્રુપ પીએમના બેડ પર WWE ફાઇટ કરતું પણ દેખાઈ રહ્યું છે જેને જોઈને તમે પણ તમારું હસવાનું રોકી નહિ શકો.

આર્થિક સંકટ બાદ પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ પાસેથી રાજીનામુ માંગી રહ્યા હતા. એવામાં પ્રદર્શનકારીઓ તેઓના આવાસમાં ઘૂસીને મનોરંજનની નવી નવી રીતો અપનાવી રહ્યા છે અને સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા, કિચનમાં ખાતા અને બેડરૂમમાં આરામ ફરમાવતા તો જીમમાં કસરત કરતી તસવીરો સામે આવી છે. આ ઉપરાંત આવા વિડીયો પણ અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા છે એવામાં એક યુઝરે વિડીયો શેર કરીને દાવો કર્યો છે કે,”આ જબરદસ્ત છે…શ્રીલંકાના પ્રધાનમંત્રીના બેડ પર WWE ફાઇટ”, વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે આને 20 હજારથી વધારે લાઇક્સ મળી ચુકી છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કથિત યુવાનો પ્રધાનમંત્રીના બેડ પર WWE ની જેમ લડાઈ કરી રહ્યા છે અને અમુક યુવાનો પલંગ ઉઠાવીને નીચે પટકી રહ્યા છે અને અલગ અલગ સ્ટન્ટ કરી રહ્યા છે જ્યારે અન્ય એક યુવક કોઈ રેફરીની જેમ તેની હાર-જીતનો નિર્ણય કરતો દેખાઈ રહ્યો છે અને અમુક યુવકો આ મજેદાર ફની મેમેન્ટ કેમેરામાં કેપ્ચર કરી રહ્યા છે. વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જણાવી દઈએ કે પ્રદર્શનકારીઓ પહેલા પણ રાનિલ વિક્રમસીંધેના કોઈ એક આવાસમાં આગ લગાવી દીધી દીધી હતી, જો કે તે રાજીનામું આપવાની વાત કહી ચુક્યા હતા.

Krishna Patel