જ્યોતિષ શાસ્ત્ર

ખુશખબરી : શ્રાવણના બીજા સોમવારથી બદલાઈ જશે આ રાશિનું નસીબ, શિવજીને કરો આ વસ્તુઓ અર્પણ

શ્રાવણ મહિનાના દિવસોમાં ભગવાન શિવને બિલિપત્ર અને જળથી સ્નાન કરવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્યોતિશાસ્ત્રના નિયમ અનુસાર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર કેટલીક રાશિઓ માટે કઈંક અલગ જ પ્રકારનો હોય છે.

Image Source

તો જોઈએ કેટલા લોકોને આજે લાભ થાય છે અને રાશિ પ્રમાણે શિવજીને વસ્તુ ભેટ કરો.

1. મેષ રાશિ: મેષ રાશિના જાતકો માટે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર ખુબ સારો રહે છે. આ રાશિના લોકોને બિજનેસમાં લાભ થાય છે અને દોસ્તોની સાથે મુલાકાત પણ થાય છે. સોમવાર એટલે મેષ રાશિના લોકોને આજે શિવજીને આકડાના ફુલ ચડાવવા જોઇએ.

2. વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકો માટે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર ઠીક-ઠીક હોય છે. આવા લોકોએ ખાસ ધ્યાન રાખવું કે ઉતાવળે કોઈ ખોટો નિર્ણય ના લઇ લે, ધ્યાન ન રાખવાથી ધનનું નુકશાન થાય છે. સોમવારના દિવસે શિવલિંગ પર દૂધ અને ગંગા જળ ચડાવું અનિવાર્ય છે.

3. મિથુન રાશિ: મિથુન રાશિના લોકો માટે કાર્ય અનુસાર દિવસ સારો હોય છે. આ લોકોને બિજનેસ અને નોકરીમાં સફળતા મળે છે. પરંતુ પારિવારિક મતભેદ હોવાની શક્યતા રહે છે. આવા લોકોને શિવ પૂરાણના પાઠ કરવા જોઈએ.

4. કર્ક રાશિ: કર્ક રાશિના લોકોનો બીજો સોમવાર મેળાપવાળો રહેશે. તેવા લોકોને તેમના પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. પરંતુ આવા લોકોએ તેની વાણી ઉપર કાબુ રાખવો અનિવાર્ય છે તેનાથી સબંધોમાં તિરાડ પડી શકે છે. કર્ક રાશિના લોકોને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અનિવાર્ય છે.

5. સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોએ આજે પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. પરંતુ તેમને કાર્યમાં લાભ અને ધનની પ્રાપ્તિ થઇ શકે છે. સિંહ રાશિના લોકોને શિવ મંદિરમાં પૂજા અને દાન કરવા જોઈએ.

6. કન્યા રાશિ: કન્યા રાશિના લોકો માટે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર ખુશીઓ ભરેલો હોય છે. આ રાશિના લોકોને એક બાજુ ધનપ્રાપ્તિનો અવસર તો બીજી બાજુ પરિવારજનોનો સપોર્ટ પણ છે. આ રાશિના લોકોને શિવલિંગ પર દૂધ અને દહીં ચડાવવા જોઈએ.

7. તુલા રાશિ: તુલા રાશિના લોકો માટે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર શુભ રહેશે. તેઓને ધનની સાથે નોકરીમાં પણ સફળતા મળશે. તમે કોઈપણ પ્રકારનું નવું કાર્ય શરૂ કરી રહ્યા હશો તો તેમાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે આ રાશિના લોકોને શિવ સહસ્ત્રનામનું પાઢ કરવું જોઈએ.

8. વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના લોકોને પરિવારનો પૂરતો સપોર્ટ મળશે. આજે તમારો ખર્ચો વધારે થઈ શકે છે પરંતુ વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખવી જરૂરી છે. વૃશ્ચિક રાશિના લોકોને આજે શિવચાલીશાનું પાઢ કરવું જરૂરી છે.

9. ધનુ રાશિ: ધનુ રાશિના લોકોનો દિવસ આજે જોખમી છે. તેમના રૂપિયા ડૂબવાની સાથે લડાઈ-ઝઘડા પણ થઈ શકે તેમ છે. આના બચાવ માટે તમે શિવજીનું દયાન કરો અને રુદ્રાક્ષની માળા ધારણ કરો.

10. મકર રાશિ: મકર રાશિના લોકોને શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભાગદોડ કરવી પડશે. પરંતુ તેની સાથે તમને તમારા પરિવારની સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. જે લોકોના લગ્ન નથી થયા તેવા લોકોને લગ્નનો પણ ચાન્સ બને છે. આ રાશિના લોકો શિવલિંગ ઉપર આખા ચોખા ચડાવો.

11. કુંભ રાશિ: કુંભ રાશિના લોકોને આજના દિવસે કોઈપણ સમસ્યાનો સામનો કરવો પડશે. જેના કારણે તકલીફો વધશે. પરંતુ તમને તેના સામે લડવા માટે પરિવારનો સહયોગ મળશે. આજના દિવસે કુંભ રાશિના લોકોને શિવલિંગના પંચામૃતથી નહાવું જોઈએ.

12. મીન રાશિ: મીન રાશિના લોકોની આજે તેમના જુના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. તે સિવાય ધાર્મિક કામોમાં તેમને ઈચ્છા થશે. તેના કારણે તમે ભગવાન શિવને તમે દૂધનું ભોગ અર્પણ કરો જેથી તમારો દિવસ શુભ બને.