ખબર

Indian Toilet હલકા થવામાં જે ઘૂંટણનો દુખાવો થતો હતો, આ મહાન વ્યક્તિએ તેનો ઉપાય શોધ્યો છે…!!

જયારે પણ આપણી સામે વિકલ્પ હોય કે આપણે ઇન્ડિયન કે વેસ્ટર્ન ટોયલેટમાંથી કોઈ એકમાં જવાનું છે તો આપણે હંમેશા વેસ્ટર્ન ટોયલેટ જ પસંદ કરીએ છીએ. એની પાછળનું કારણે છે કે વેસ્ટર્નમાં આરામથી બેસીને ફોન વાપરી શકીએ છીએ અને એનાથી પણ વધુ જરૂરી કારણ છે. જો પ્રેશર ન આવી રહ્યું હોય તો આપણે 10 મિનિટથી વધુ ઇન્ડિયન ટોઇલેટમાં બેસી નથી શકતા, ઘૂંટણો અને પીઠ જવાબ આપી દે છે. પરંતુ વૈજ્ઞાનિક રીતે પેટ ઇન્ડિયનમાં સાફ થાય છે.

આ સમસ્યાને ઉકેલી દીધી છે સત્યજિત મિત્તલે, જેને ઇન્ડિયન ટોઇલેટને એ લોકો માટે આરામદાયક બનાવી દીધા છે, જેમને ઘૂંટણોની તકલીફ છે કે એ જે વધુ સમય માટે બેસી નથી શકતા.

26 વર્ષીય સત્યજિતએ પુણેના MITથી ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. એ પછી તેમને એવું ટોયલેટ ડિઝાઇન કર્યું જેનું નામ છે SquatEase. એનું ડિઝાઇન કામ 2016માં પૂરું થઇ ગયું હતું.

Squat એટલા માટે કારણ કે ઇન્ડિયન ટોયલેટમાં બેસવાની પોઝિશન Squat જેવી જ હોય છે. આ ડિઝાઇનમાં ધ્યાન રાખવામાં આવ્યું છે કે ઉપયોગકર્તાના ઘૂંટણ, પીઠ અને પંજા પર જોર ન પડે. સાથે સાથે તેની સફાઈમાં પણ ઓછું પાણી વપરાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આનો ટેસ્ટ એક હોસ્પિટલમાં હાડકાના વિભાગમાં થયો હતો, જ્યા દર્દીઓએ આને લીલી ઝંડી આપી હતી.

આ ઇનોવેશન માટે સત્યજિતને ભારત સરકાર દ્વારા પુરસ્કાર પણ મળ્યો છે. સિંગાપોરના વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને SquatEaseના પ્રોડક્શનનું કામ પૂરું થઇ ચૂક્યું છે. હવે જલ્દી જ આ ટોયલેટ બજારમાં જોવા મળશે. 5000 SquatEase ટોઇલેટ્સ કુંભ 2019માં લગાવવામાં આવ્યા હતા.

જુઓ વિડીયો :

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.