આ વ્યક્તિએ વિકૃતિની ચરમસીમા પાર કરી નાખી, જાણો વિગત
ભારતીય રેલવેમાં દેશના લાખો કરોડો મુસાફરો વર્ષોથી હજારો લાખો કિલોમીટરની સફર કરતા આવ્યા છે. જો કે, આ રેલવે સલામતીની દૃષ્ટીએ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. હાલમાં જ એક શર્મશાર કરતી ઘટના આવી છે જે જાણીને તમારા હોંશ ઉડી જશે.

રેલવેમાં મુસાફરી મહિલાઓ માટે હવે સુરક્ષિત નથી રહી. કિંમતી માલ-સામાનની ચોરીની ઘટનાઓ તો સામાન્ય બની છે. પરંતુ રેલવેના ટોયલેટમાંથી એક સ્પાય કેમેરો મળી આવ્યો છે. જે અંગે રેલવે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપી જહિઉદ્દીન સરવર હુશેન શેખની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોમ્પ્યૂટરનો જાણકાર હોવાનું સામે આવ્યું છે. અને આરોપી સાયન્સનો અભ્યાસ પણ કર્યો છે. અને તેણે પાવર બેન્કની સાથે સ્પાય કેમેરો સેટ કર્યો હતો. જે મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

અમદાવાદ રેલવે એલસીબી અને એસઓજીએ એક લંપટની ધરપકડ કરી છે. આ લંપટ પર ટ્રેનના ટોઇલેટમાં સ્પાય કેમેરો મૂકવાનો આરોપ છે. કમ્પ્યુટરના જાણકાર આ લંપટ ટ્રેનનો હાઉસ કિપીંગ સુરપરવાઇઝર છે. ગત 16મી માર્ચના રોજ એરફોર્સમાં કામ કરતાં એક યુવકે આ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ યુવકને સંદિગ્ધ બાબત જણાતા તેણે ચકાસણી કરી અને તેણે તપાસ કરતાં સ્પાય કેમેરો મળી આવ્યો હતો. તેણે પોલીસને તાત્કાલિક તપાસ કરતા પોલિસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી. જોકે, આ હાલતો આ એક જ કેમેરા સામે આવ્યો છે.

જહિઉદ્દીન મુંબઈમાં રહે છે અને ટ્રેનમાં હાઉસકિપીંગનું કામ કરે છે એટલે તેણે અન્ય ટ્રેનોમાં આ પ્રકારાના કેમેરા લગાવ્યા હતા કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે. પોલીસને આશંકા છે કે આ કામ તેણે એક જ ટ્રેનમાં નહીં કર્યુ હોય. વધુમાં આ કેમેરામાં કેપ્ચર થયેલો ડેટા ક્યા સ્ટોર કર્યો અથવા ક્યા વેચ્યો તેની પણ પોલીસ તપાસ કરશે. પરંતુ આ કિસ્સાના કારણે વિકૃતિની તમામ હદો પાર થઈ જવા ઉપરાંત ટ્રેનોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ સર્જાયા છે.